error: This Content is protected !!

જસદણ ની વડોદ પ્રાથમિક શાળાના બાળકોમાં જાદુના પ્રયોગથી વૈજ્ઞાનિક અભિગમ સિદ્ધ થાય અંધશ્રદ્ધા દૂર થાય તે હેતુથી ચમત્કાર ને નમસ્કાર કાર્યક્રમ યોજાયો

જસદણ તાલુકાના વડોદ ગામની વડોદરા પ્રાથમિક શાળા ખાતે જાદુ ગરીના પ્રયોગ થકી ચમત્કાર ને નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં વહેમ અંધશ્રદ્ધા દૂર થાય તેમજ જાદુ કલાથી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય વૈજ્ઞાનિક અભિગમ સિદ્ધ થાય તેવા હેતુથી વડોદ પ્રાથમિક શાળામાં ડોલર ચુડાસમા દ્વારા ચમત્કાર ને નમસ્કાર કાર્યક્રમ અંતર્ગત બાળકોને અંધશ્રદ્ધાથી દુર રહેવા અને તેના પાછળ શુ વિજ્ઞાન રહેલું છે તેના વિશે જાણકારી આપી હતી જેમાં શાળાના તમામ બાળકોએ ભાગ લીધેલ અને 50 જેટલા અલગ અલગ વિજ્ઞાન પ્રયોગો કરી બાળકોને પ્રેકટીકલ સમજણ આપી હતી..અવનવા પ્રયોગો જોઈને બાળકોને વિજ્ઞાન વિષયમાં રૂચિ કેળવાય તેવા સફળ પ્રયાસો કર્યા હતા..આ તકે શાળાના આચાર્ય ગીરીશભાઈ બાવળીયા અને સ્ટાફમિત્રો દ્વારા ડોલર ચુડાસમા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો