જસદણ લગ્નમાં દારૂ પી ડીંગલ કરવાની ના પાડતા યુવક પર હુમલો માંડવાની વિધિ પ્રસંગે ડીજેના કાર્યક્રમમાં ઝઘડો રોકવા ગયેલા યુવકની જ ધૉલધપાટ
જસદણ પંથકમાં ,કાકાની દીકરી બહેનના લગ્નના માંડવામાં ડીજે ઉપર રાસ ગરબા રમતી વખતે કાકાના સાળાઓ સહિતના દારૂ પી ને ડીંગલ કરતા હોય શખ્સોને ટપારતા આ વાતનો ખાર રાખી ગઈકાલે રાત્રીના યુવકને આડેધડ ઢીકાપાટુનો મારમારી પથ્થરના ઘા મારતા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે બનાવની પ્રાપ્ત વિગત મુજબ જસદણના પોલારપર ગામે રહેતો રાજુ વલ્લભભાઈ વાઘેલા (ઉ.૧.૨૭)નો રાત્રે બારેક વાગ્યે ઘરે હતો ત્યારે કાકાના સાળા રણછોડ, રણજિત, તેના કૌટુંબિક ગોવિંદ સહિતનાએ ઝગડો કરી ઢીકાપાટુનો મારમારી પથ્થરના ઘા મારતા યુવકના માતા-પિતા છોડાવવા વચ્ચે પડયા હતા તેને પણ મારમાર્યો હતો.યુવકને વધુ ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી. યુવકના પિતા વલ્લભભાઈના કહેવા મુજબ ભાઈની દીકરીના તા.૧૧ના લગ્નનો માંડવો હતો આથી ડીજે ઉપર દાંડિયા રમતા હતા ત્યારે તેના મહેમાનો રણજિત, રણછોડ, ગોવિદ સહિતના ઘરૂ પી વચ્ચે રમવા આવતા દીકરાએ સમજાવ્યા હતાકે અહીં મહિલાઓ રમે છે તો તમે બીજી બાજુ રમજો, આ વાતને લઈને ત્યારે પણ માથાકૂટ કરી હતી. એ વાતનો ખાર રાખી ગઈકાલે ઘરે આવી હુમલો કર્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.