error: This Content is protected !!

જસદણ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો અરજદારોના યોજના કય બોરમાં ભરાયા પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો

જસદણ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરાની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉમટી પડી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જનપ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા. જેમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયા, વોર્ડ નંબર 5 ના સદસ્યો મુકેશભાઈ જાદવ ભાવેશભાઈ છાયાણી સહિતના મહાનુભાવોએ અરજદારોની રજૂઆતો સાંભળી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, આધારકાર્ડ સુધારા, આરોગ્યલક્ષી કાર્ડ તેમજ અન્ય સરકારી યોજનાઓના ફામ સ્વીકારવાની સાથે સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ જણાવ્યું હતું કે, નગરજનોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને પારદર્શક રીતે કામગીરી થાય તે માટે નગરપાલિકા કટિબદ્ધ છે કાર્યક્રમનુ સંચાલન હર્ષદભાઈ ઉપાધ્યાયે કર્યું હતું કાર્યને સફળ બનાવવા માટે નગરપાલિકાના સ્ટાફ અને અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.