જસદણ માર્કેટિંગ યાર્ડ દ્વારા માવઠાની આગાહી અનૅ માર્ચ એન્ડના કારણૅ તા 18 થી 31 સુધી સબંધનકર્તા સર્વે ઍ જણસ ન ઉતારવા સુચના તા 1 થી રાબેતા મુજબ કામ શરૂ થશે
જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દરબાર સાહેબ શ્રી શિવરાજ કુમાર ખાચર માર્કેટિંગ યાર્ડ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની આગાહીને કારણે તેમજ માર્ચનો અંતિમ તબક્કો હોવાથી ખેડૂતો તથા સબંધન કરતા સર્વે ઍ પોતાની જણસ ન ઉતારવા ન લાવવા સૂચના આપવામાં આવી છે જેમાં ,તા.૧૮/૦૩/૨૦૨૬ને બુધવારથી તા.૨૧/૦૩/૨૦૨૬ ને શનિવાર સુધી હવામાન ખાતા ઘ્વારા કમોસમી વરસાદી માવઠા થવાની આગાહી હોવાથી કોઈપણ જણસી માર્કેટયાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહી ત્યાર બાદ તા.૨૨/૦૩/૨૦૨૬ થી તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી માર્ચ એન્ડીંગના કામકાજ બાબતે દલાલ મંડળ તરફથી ખરીદ વેચાણનું કામકાજ બંધ રાખેલ હોય આ સમય દરમ્યાન કોઈપણ ખેત જણસી માર્કેટયાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહી અનૅ ત્યાર બાદ દરેક જણસીની નવી આવક તા.૩૧/૦૩/૨૦૨૬ને મંગળવારથી ઉતારવા દેવામાં આવશે અને તા.૦૧/૦૪/૨૦૨૬ બુધવારથી માર્કેટયાર્ડનું ખરીદ–વેચાણનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આ અંગેની દરેકે ખાસ નોંધ લેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઍ અનુરોધ કરેલ છે