error: This Content is protected !!

જસદણ શહેર યુવા ભાજપ ઉપાધ્યક્ષ પદૅ યુવા બિલ્ડર, ઉધૉગપતિ, તથા પત્રકારની વરણીનૅ આવકાર

શ્રી પ્લાનિંગ તથા કાવેરી બિલ્ડર્સના પાર્થ ભાલાળા તથા હનુમંત હેન્ડીક્રાફ્ટ ના રવિ કાનકડ તેમજ પત્રકાર કરણ બાવળીયા યુવા ઉપાધ્યક્ષ બનતા મિત્ર સર્કલમાં ખુશીની લહેર

 

જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તથા શહેર યુવા ભાજપ પ્રમુખ હારદીપભાઈ પટગીર એ જિલ્લા નેતૃત્વ સાથે ચર્ચા વિચારણા કરી અને શહેરના ઉપપ્રમુખ તરીકે શ્રી પ્લાનિંગ તથા કાવેરી બિલ્ડર્સ વાળા પાર્થ ભાલાળા હનુમંત હેન્ડીક્રાફ્ટ વાળા રવિ કાનકડ તથા યુવા પત્રકાર કરણ બાવળિયાની વરણી કરવામાં આવી છૅ ઉપરોક્ત યુવા ઉધોગકરોની વર્ણીને પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી જસદણ શહેર પ્રમુખ વિજયભાઈ રાઠોડ તથા યુવા મોરચા પ્રમુખ હરદીપભાઈ પટગીર સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મિત્ર સર્કલ દ્વારા આવકારીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે

યુવા ભાજપ ઉપાધ્યક્ષ પદે નિમણૂક પામેલા પાર્થ ભાલાળા રવિ કાનકડ કરણ બાવળીયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ આમારા ઉપર રાખેલ વિશ્વાસ અને સન્માન માટે અમૅ સદાય આભારી રહીશુ પાર્ટીના સિદ્ધાંતોને આગળ વધારવા તથા યુવાનોને સંગઠિત કરવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા રહીશું તેવો કોલ આપ્યો હતો