આવતીકાલે સવારે ૭ વાગ્યે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણના ઘેલા સોમનાથ થી વેરાવળ સોમનાથ પદયાત્રાનો પ્રારંભ કરશે શિવવંદના યાત્રાનો વિગતવાર રૂટ
આવતીકાલે શનિવારે જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઘેલા સોમનાથથી સવારે ૭:૦૦ વાગ્યે પૂજા-અર્ચના કરી ૭:૪૫ વાગ્યે પ્રસ્થાન કરશે. ત્યાંથી આ યાત્રા ગોડલાધાર, માધવીપુર, ગઢડીયા(જસ)થી જસદણ, આટકોટ થઈ ખારચીયા(જામ) રાત્રી રોકાણ કરશે.
તા. ૨૧ ડિસેમ્બરના રોજ પદયાત્રા ખારચીયા (જામ)થી નીકળી મોટા દડવા, નાના માંડવા, રામોદ, ઘોઘાવદર થઈ ગોંડલ રાત્રી રોકાણ કરશે.
તા. ૨૨મીએ આ પદયાત્રા ગોંડલથી જામવાડી, ચોરડી, ગોમતા પાટીયા, વિરપુર, પીઠડીયા થઈ જેતપુર રાત્રી રોકાણ કરશે.
તા. ૨૩મીએ પદયાત્રા જેતપુરથી નીકળી જેતલસર, ચોકી, વડાલ થઈ જુનાગઢ શહેર પસાર કરી જૂનાગઢ રાત્રિ રોકાણ કરશે.
તા. ૨૪મીએ આ પદયાત્રા જુનાગઢથી નીકળી વંથલી, કણજા, માણેકવાડા થઈ અગતરાય રાત્રિ રોકાણ કરશે.
તા.૨૫મીએ આ પદયાત્રા કેશોદ, સોંદરડા, પાણીધ્રા થઈ ભંડુરી રાત્રિ રોકાણ કરશે.
તા. ૨૬મીએ રોજ ભંડુરીથી નીકળી સુપાસી થઈ વેરાવળ થઈ ભગવાન શ્રી સોમનાથના ધામ સોમનાથ પહોંચશે.
તા.૨૭મીએ સવારે શ્રી ઘેલા સોમનાથ મંદિરે ધ્વજારોહણ સાથે આ ૨૨૯ કિ.મી. પદયાત્રાનું સમાપન થશે.