વિંછીયાના ભડલી ગામની સીમમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ ૩૭.૧૦ લાખનો નશીલો પદાર્થ જપ્ત
ખેડૂત રમેશ જાદવે પોતાને નશો કરવા અને વેચાણ માટે એક વર્ષ પહેલાં ગાંજો વાવ્યો 'તો, તૈયાર થયેલ ગાંજો વેચે તે પહેલાં જ ગ્રામ્ય એસઓજીની ટીમ ત્રાટકીઃ ૭૨ કિલો ગાંજો જપ્ત
પીઆઈ એફ.એ.પારગી અને ટીમે છેલ્લા ચાર દિવસમાં ચાર દરોડા પાડી લાખનો ગાંજો જપ્ત કરી મહિલા સહિત અનેક પેડલરની ધરપકડ કરી
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નશાબંધીના કાયદાનું કડક અમલીકરણ કરવાના ભાગરૂપે એક મોટી સફળતા મેળવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (જ્યત્રા) દ્વારા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડલી ગામની સીમમાં દરોડો પાડીને વાડીમાં વાવેતર કરેલો લીલા ગાંજાનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે ૩૭.૧૦ લાખનો ૭૨ કિલો ગાંજો જમ કરી ખેડૂત રમેશ જાદવની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી ગ્રામ્ય એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એએસઆઈ પરબતભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિષયાના ભડલી ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ખેડૂત રમેશ રતા જાદવ (ઉ.વ.૪૦), (રહે. ભડલી ગામ) એ પોતાની કબજા ભોગવટાની સીમશાળા નં. ૩ ની પાછળ ડુંગરાવાળી વિસ્તારમાં આવેલી વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. એસઓજીની ટીમ પણ ગાંજાની ખેતી જોઈ ચોંકી ઉઠી હતી. પોલીસે ખેતરમાંથી ગાંજાના નાના મોટા ૬૪ મૂળિયા સહિતના છોડ મળી ૩.૩૭,૧૦ લાખનો ૭૪ કિલો ગાંજો જમ કર્યો હતો. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સ પોતે ગાંજો પીવાનો બંધાણી છે, પોતાની પાસે રહેલ ગાંજાના બી નું એક વર્ષ પહેલા વાવેતર પોતાના ખેતરમાં કર્યું હતું. જે વાવેતર તૈયાર થઈ જતાં વેંચવાની પેરવીમાં હતો ત્યાં જ એસઓજીની ટીમ ત્રાટકી હતી.
વિંછીયા પંથક ગાંજાની ખેતી માટે અને શાપરો વેંચાણ માટે કુખ્યાતઃ SOG ની ત્યાં જ ઘોંસ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વિછીયા પંચક ગાંજાની ખેતી માટે કુખ્યાત છે તેમજ શાપર, લોધીકા સહિતનો વિસ્તાર ગાંજાના વેચાણ માટે વારંવાર ચર્ચામાં આવતો હોય છે. ત્યારે એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસોજીની ટીમે આ ગાંજાનું વાવેતર અને
વેચાણ બંનેને અટકાવવા માટે છેલ્લા ચાર દિવસમાં અલગ અલગ દરોડા પાડી પેડલરોને ભોંભીતર કરી દીધા છે. જેમાં " શાપરમાં જે બે દરોડા પાડી કુખ્યાત પેડલર રાહીલની ચેનલ તોડી નાખી છે, જ્યારે લોધીકામાંથી પણ એક શખ્સને ગાંજા સાથે પકડી પાડયો હતો અને છેલ્લે ગાંધાનું મૂળ કહેવાતું વિંછીયા પંચકમાંથી ગાંજાની ઉપર જ દરોડો પાડી ગાંજાની ખેતી ખેતી પકડી પાડી હતી