રાષ્ટ્રીય મજદુર પરિષદના જસદણ શહેર પ્રમુખ તરીકે યુવા પત્રકાર કિશન પ્રજાપતિની નિમણૂક શ્રમિકો સાથૅ થતા અન્યાય સામે લડત આપવાનો કોલ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રેરિત રાષ્ટ્રીય મજદૂર પરિષદ - જસદણ શહેર ના પ્રમુખ તરીકે જસદણના યુવા પત્રકાર કિશન પ્રજાપતિની વરણી કરવામાં આવી છે આ તો કે કિશન પ્રજાપતિએ જણાવ્યું હતું કેરાષ્ટ્રીય મજદૂર સંઘ પરિષદના માધ્યમથી પંથકના તમામ શ્રમિક ભાઈઓ-બહેનો, નાના-મોટા ઉદ્યોગો સાથે જોડાયેલા કારીગરો અને સમગ્ર જનતાના માટે સતત પ્રયત્નશીલ રહીશ તેમ જ વિવિધ પ્રશ્નો અંગે હું લડત ચલાવી વધુમાં જણાવ્યું હતું કે આપણો દેશ અને આપણું જસદણ શહેર જે પ્રગતિ કરી રહ્યું છે, તેના પાયામાં મજદૂરો અને શ્રમિકોનો પરસેવો રહેલો છે. ડૉ. પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શન હેઠળ આપણું સંગઠન માત્ર શ્રમિકોના હિત માટે જ નહીં, પરંતુ હિન્દુ સમાજની એકતા અને સુરક્ષા માટે પણ કટિબદ્ધ છે. અમારો સંકલ્પ અને કાર્ય: મજદૂર સુરક્ષા જસદણના દરેક શ્રમિકને તેના હક્ક અને ન્યાય મળે તે માટે અમે સતત લડત આપીશું. સામાજિક સમરસતા: જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલીને તમામ હિન્દુ શ્રમિકો એક મંચ પર આવે તેવો અમારો પ્રયાસ છે. સેવાકીય પ્રવૃત્તિ: ગરીબ અને જરૂરિયાતમંદ શ્રમિક પરિવારોને મુશ્કેલીના સમયે મદદરૂપ થવું એ અમારી પ્રાથમિકતા છે. ધર્મ રક્ષા: શ્રમિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ધર્મ પ્રત્યેની જાગૃતિ લાવવી શહેરના વિકાસમાં સહભાગી બનતા તમામ મજદૂર મિત્રોને હું ખાતરી આપું છું કે, કોઈપણ અન્યાય સામે અવાજ ઉઠાવવા તમારી સાથે રહીશ કિશન પ્રજાપતિ પ્રમુખ રાષ્ટ્રીય મજદૂર પરિષદ, જસદણ શહેર મૉ 9265481076 સંપર્ક કરી શકો છો