આજથી ચૈત્રી નવરાત્રિ માં અંબાની આરાધનાનું પરમ પર્વ ની શુભેચ્છા પાઠવતા જસદણ ભાજપ પ્રમુખ વિજય રાઠોડ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ન્યુઝ એડિટર નરેશ ચોહલીયા (જય અંબાજીમાં)
આજથી જગતજનની જગદંબાની આરાધના નું પાવન પર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયૉ છૅ અને તા. ૨૭ સુધી પૂરા નવ દિવસ-રાત ઘરે ઘરે અને મંદિરોમાં માતાજીની આરાધના થશે. ગબ્બરના ગોખે આરાસુર અંબાજી ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજી, કચ્છ, રાજકોટમાં આશાપુરા માતાજી, કાગવડ ખોડલધામ તથા માટેલ ખોડીયાર મંદિર, ઉમિયા ધામ, ગીરનાર પર અંબાજી તથા ગામેગામ આવેલા માતાજીના મંદિરોમાં ભાવિકો
શ્રધ્ધાપૂર્વક દર્શનાર્થે ઉમટશે શ્રદ્ધાળુઓ માઇ ભક્તો પર જગતજનની માતાજીની કૃપા અવિરત પણે વરસતી રહે તેવી ચૈત્રી નવરાત્રીની કોટી કોટી શુભકામનાઓ જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તેમજ જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયણી મીડિયા સમૂહ ન્યુઝ ગ્રુપના એડિટર નરેશ ચૉલીયા (જય અંબાજીમાં)એ પાઠવતા જણાવ્યું છે કે દેશભરમાં આગામી ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ત્યારે
કાલથી હિમાચલ પ્રદેશ બિહાર, ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને દિલ્હીના અનેક
વિસ્તારોમાં નવુ વિક્રમ સંવંત ૨૦૮૭હાલ શરુ થશે તેમજ મહારાષ્ટ્ર, ગોવા કોંકણમાં પણ આ દિવસ ગુડી પડવા સાથે નવા વર્ષનો પ્રારંભ ગણાય છે. ગુજરાતમાં વિ.સં. ૨૦૮૨ ચાલે છે અને નવું વિક્રમ સંવંત ૨૦૮૩ આગામી નવેમ્બરમાં દિવાળી પછીના બેસતા વર્ષથી થશે. જ્યારે કચ્છમાં અષાઢી બીજથી, સિંધમાં ચેટીચાંદથી એમ દેશમાં અલગ અલગ તહેવાર નિમિત્તે પણ શાસ્ત્રોક્ત રીતે નવું વર્ષ મનાવાતુંહોય છે.
તા.૨૭ના નવરાત્રિ પૂર્ણાહુતિના દિવસે રામ નવમીનો તહેવાર તેમજ તા.૩૦ માર્ચે મહાવીર જયંતિ સહિત ધર્મોત્સવ ઉજવાશે. જ્યારે એપ્રિલ માસમાં તા.૨ના હનુમાન જયંતિ, તા.૧૯ના પરશુરામ જયંતિ સહિતના પર્વો આવશે. આ વર્ષે ભારતમાં પ્રચલિત વિક્રમ સંવંત મૂજબ વર્ષના ૧૩ મહિના છે જેમાં તા. ૧૭ મેથી અધિક જેઠ માસ (પુરુષોત્તમ માસ) ખૂબ શ્રધ્ધાપૂર્વક ઉજવાશે.