error: This Content is protected !!

જસદણમાં પગાર વધારા પડતર બિલોની માંગ સાથે તાલુકાની 151 બહેનો દ્વારા આંગણવાડીને તાળાંબંધી હલ્લાબોલ સુત્રોચ્ચાર સાથે મેદાને

જસદણ તાલુકાની 151 જેટલી આંગણવાડીના કાર્યકર અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડયો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોનો ઉકેલ ન આવતા આંગણવાડી બહેનોએ તમામ કામગીરીથી અલિપ્ત રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હલા બોલના નારા સાથે આક્રમક મૂડ બતાવ્યો હતો.આંગણવાડી વર્કર બહેનોની મુખ્ય માંગ છે કે હાઈકોર્ટના આદેશ મુજબ વર્કરને રૂ.24,800 અને હેલ્પરને રૂ.20,300 ના પગારની તાત્કાલિક ચુકવણી કરવામાં આવે. સરકાર દ્વારા છેલ્લા 6 મહિનાથી ગોળ અને મસાલાના બિલો ચૂકવવામાં આવ્યા નથી. આ બહેનોની માંગ

છે કે આ પ્રકારના ખર્ચના પૈસા એડવાન્સમાં ચૂકવવામાં આવે જેથી સંચાલનમાં મુશ્કેલી ન પડે. સરકાર તમામ કામગીરી ડિજિટલ ઈચ્છે છે, પરંતુ બહેનોને આપવામાં આવેલા મોબાઈલ ફોન સારી ગુણવત્તાના નથી. કામગીરીના ભારણ સામે સારા મોબાઈલ આપવાની પણ માંગ ઉઠી છે આ આંદોલનને પગલૅ તાલુકાની આંગણવાડીઓમાં ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી સદંતર બંધ રાખવામાં આવી છે. જ્યાં સુધી હાઈકોર્ટના ચુકાદાનો અમલ નહીં થાય અને બાકી લેણાં ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર આંગણવાડી બહેનોએ વ્યક્ત કર્યો હતો