મંત્રી કુંવરજીભાઈ ની ઘૅલા સોમનાથ થી સોમનાથ ની પદયાત્રામાં પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજય રાઠોડ તાલુકા પ્રમુખ ચંકીત રામાણી સહિત વિવિધ શ્રેણીના આગેવાનો ભક્તજનો જોડાશે
આવતીકાલે સવારે 7 વાગ્યે જસદણ વિંછીયા ના ધારાસભ્ય અનૅ ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યના લોકોની સમૃદ્ધિ, સુખાકારી, સામાજીક સમરસતા અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરવાના શુભ આશયથી જસદણના ઘેલા સોમનાથ મંદિરથી વેરાવળ સોમનાથ મંદિર સુધી જનકલ્યાણ શિવવંદના પદયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. જેમાં જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તથા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણી સહિત જસદણ શહેર તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો ઉપરાંત કાર્યકર્તાઓ અને શિવભક્તો પદયાત્રામાં મંત્રી કુવરજીભાઈ બાવળીયા સાથે સવારે ૦૭ કલાકે પદયાત્રા પ્રસ્થાન કરશે.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં આ પદયાત્રામાં સામેલ થયેલા યાત્રિકો માર્ગમાં આવતાં વિવિધ ધર્મસ્થાનકોમાં દેવદર્શન કરશે. યાત્રાના માર્ગમાં આવતા ગામોમાં સભાઓ યોજી, નાગરિકો સાથે સીધો સંવાદ કરાશે. તેમજ સરકારની વિવિધ યોજનાઓની માહિતી તથા નાગરિકોમાં યોજના વિશેના વિચારોની આપ-લે કરવામાં આવશે.ભારત તથા ગુજરાતની મુખ્ય જીવાદોરી સમાન ગ્રામ્ય જીવન અને ગ્રામીણ સંસ્કૃતિ છે. તેના સમન્વયથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્ર 'વિકસીત ગુજરાત થકી વિકસીત ભારત'ને સાર્થક કરવા આ 'જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા' યોજાઇ રહી છે. ત્યારે આયોજકોએ લોકોને આ યાત્રામાં જોડાવવા અનુરોધ કર્યો છે.