error: This Content is protected !!

જસદણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશેષ પ્રચારક પ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી કરવામાં આવી

જેતપુર ખાતે વિહીપ ના જિલ્લા પ્રમુખ કનુભાઈ લાલુ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા બેઠક મળી હતી જેમાં આગામી દિવસો માં શ્રીરામ જન્મ જયંતી જેવા શુભ ધાર્મિક અવસરો સારી રીતે ઉજવી શકાય એ હેતુ થી જસદણ શહેર પ્રખંડ માં નવા જવાબદાર વ્યક્તિઓ ની વરણી કરવામાં આવી જેમાં પ્રાંત ના અધિકારી કિરીટભાઈ રાઠોડ, પ્રફુલ ભાઈજાની ની હાજરી માં જિલ્લા મંત્રી મનીષભાઈ સોલંકી સહિતનાઓ ચર્ચા વિચારણા ના અંતે નીચેના નામોની વિવિધ પ્રચારક હોદા તરીકે ની ઘોષણા કરેલ હતી જૅમા પરમાર દિનેશભાઈ કરશનભાઈ (પ્રમુખ વિશેષ સંપર્ક. ) શિંગાળા સંજયભાઈ પ્રાગજીભાઈ (પ્રમુખ નૈતિક શિક્ષા )રૂપારેલીયા મહેન્દ્રભાઈ વલ્લભભાઈ (ઉપ પ્રમુખ નૈતિક શિક્ષા)રાઠોડ રાજેશભાઈ વાલજીભાઈ (પ્રમુખ ધર્મ પ્રચાર. )

 ત્રિવેદી ઉપેનભાઈ મહેશભાઈ ( પ્રમુખ ધર્માચાર્ય સંપર્ક. )

હતવાણી દિનેશભાઈ ભનુભાઈ (પ્રમુખ સાપ્તાહિક મિલન કેન્દ્ર, હનુમાન ચાલીસા. )જમોડ જયસુર્યા હરેશભાઈ (ઉપ પ્રમુખ બજરંગ દળ )ચોહાણ વિનુભાઈ મેહુરભાઈ ( પ્રમુખ સામાજિક સમરસતા. )ગોસ્વામી હિતગીરી વિપુલગીરી. ( પ્રમુખ વિદ્યાર્થી સંપર્ક. )ઉપરોક્ત તમામ યુવાનોનેવિશ્વ હિંદુ પરિષદ જસદણ પ્રખંડ. અધ્યક્ષ ડો એમ.જી તાવીયા ઍ નિમણુક પત્ર આપી વિહીપની વિચારધરા ધાર્મિકકાર્ય સુપૅરૅ નિભાવી ધર્મકાર્યને આગળ વધારશો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી