error: This Content is protected !!

જસદણ પાલિકામાં ચૅરમૅન કાજલબેન ઘોડકીયા ના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક મળી કુલ 37 એજન્ડા સાથે રૂ 143.62 લાખો ના કામોની મંજૂરી મહૉર

વૃક્ષારોપણ ફિલ્ટર પ્લાન્ટમાં બેદરકારી રાજકીય નેતાઓના આશીર્વાદથી ભ્રષ્ટાચાર બદલ જામનગરની નવદુર્ગા એજન્સી પર કારોબારીએ રોક લગાવી બિલ અટકાવ્યું

 

જસદણ નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે જીલેશ્વર પાર્કમાં રહેલ ફિલ્ટર પ્લાન નું રીનોવેશન કરવાનું તેમજ બે વર્ષ સુધી ફિલ્ટર પ્લાન ચલાવાનો કામ જામનગરની નવદુર્ગા એજન્સીને 70,34,044 લાખ નું કામ નો વર્ક ઓર્ડર આપવા માં આવ્યો હતૉ પરંતુ એજન્સી દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરેલ ના હોય માત્ર ને માત્ર સાચા-ખોટા જવાબ ભરીને અને કેટલાક રાજકીય નેતાઓના આશીર્વાદથી પોતાની મનમાની ચલાવતા હતા પરંતુ જસદણ નગરપાલિકાના જાગૃત અને સેવાભાવી સભ્યો દ્વારા રજૂઆત કરાતા કારોબારીની મીટીંગમાં આ મુદ્દો આવતા કારોબારી અધ્યક્ષ કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયા સહિત કારોબારી સભ્યોએ સર્વા નું મતે નિર્ણય કરવામાં આવ્યો કૅ આ એજન્સીને જસદણ નગરપાલિકાના કોઈપણ કામો ના ટેન્ડર ભરી નહીં શકે તેમજ ફિલ્ટર પ્લાન્ટ નું કામ આજ પછી આ એજન્સીએ નથી કરવાનું ટેન્ડર ભરતી વખતે એજન્સી એ જે ડિપોઝિટ જમા કરી છે તે જપ્ત કરવી તેમજ પેનલ્ટીના ભાગરૂપે આ એજન્સી પર પેનલ્ટી વસૂલ કરવી નિયમ અનુસાર કાર્યવાહી કરવાનું નિર્ણય લેવામાં આવ્યો 

સાથો સાથ નગરપાલિકા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી કોન્ટ્રાક્ટર પોતાના ખીચા ભરવા માંગતો હોય તેના પર કારોબારીની મીટીંગમાં ધનીષ્ઠ ચર્ચા કરી તેના પર તવાઈ બોલાવવામાં આવી અને વૃક્ષારોપણ ના નામે સાચા-ખોટા બિલ જે કાંઈ રજૂ કર્યા છે તે બિલો નિયમ અનુસાર કાર્યવાહી કરી એજન્સી ને બીલો ચૂકવા માં નહીં આવે તેઓ પણ નિર્ણય લેવામાં આવ્યો હતૉ

 શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર એકના સદસ્ય ધીરુભાઈ છાયાણી દ્વારા પ્રાદેશિકમાં વાંધા અરજી મુકેલ હતી કે નગરપાલિકા દ્વારા દિવાબતી કર વધારવામાં આવ્યો હતૉ તે પરત ખેંચવામાં માંગ કરી હતી પરંતુ પાલિકા આત્મા નિર્ભર બને તે માટે દીવાબતી કર યથાવત રાખવામાં આવ્યો છૅ આ સભામાં કારોબારી સભ્ય સાતમાંથી છ હાજર રહ્યા હતા વોર્ડ નંબર ચારના સભ્ય અષ્માબેન પરમાર કોઈ કારણોસર ગેરહાજર રહ્યા હતા. આજની કારોબારીની મીટીંગમાં અધ્યક્ષ કાજલબેન ઘોડકીયા પ્રવીણભાઈ ભાયાણી રફિકભાઈ ગોગદા બીજલભાઇ ભેંસજાળીયા નુતનબેન ઠોળિયા અને વર્ષાબેન છાયાણી હાજર રહ્યા હતા