error: This Content is protected !!

જસદણમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મફત માળાઓ તથા પાણીના કુંડા નું વિતરણ

જસદણમાં અવતાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવીહતી પર્યાવરણની જાળવણી અને લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા માટે ટ્રસ્ટ દ્વારા 1850થી વધુ ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું માત્ર માળા જ નહીં, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચણ માટેની સ્પેશિયલ ડિશનું પણ વિતરણ કરાયું હતું જેથી ચકલીઓને ઘર આંગણે જ આશરો અને ખોરાક મળી રહે જસદણ શહેરમાં અવતાર ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષથી જીવદયા અને પર્યાવરણના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે ટ્રસ્ટના યુવાનૉની મહેનતને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જસદણવાસીઓમાં પણ આ અભિયાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ હોંશે-હોંશે માળા સ્વીકારી પોતાના ઘરે કુદરતી આવાસ બનાવવાનો સંકલ્પ કર્યો છે. જીવદયાનો આ સિલસિલો અહીં અટકશે નહીં. ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી ચૈત્ર માસમાં 'કીડિયારું પૂરો' અભિયાન શરૂ કરવામાં આવશે જેમાં સૂક્ષ્મ જીવોની સેવા કરવામાં આવશૅ