જસદણમા જુમ્મા મસ્જિદ અને ઇદગાહ પર શાંતિપૂર્ણ નમાઝ અને ખાસ દુઆ કરી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાઍ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી પાઠવી
પવિત્ર રમજાન ઈદ ઉલ ફિત્રની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી અલ્લાહ તઆલા નૅ દેશ અને દુનિયામાં અમન શાંતિ અંગૅ દુઆ કરાઇ
જસદણમા પવિત્ર રમજાન ઈદ નિમિત્તે ઈદ ઉલ ફિત્રની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે જુમ્મા મસ્જિદ અને આટકોટ રોડ ઉપર આવેલ ઈદગાહ ખાતે આજે મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સંપૂર્ણ શાંતિ અને ભક્તિભાવ સાથે ઈબાદત કરી
આ પવિત્ર પ્રસંગે દેશની સલામતી, સમાજમાં એકતા ભાઈચારો અને વિશ્વમાં શાંતિ કાયમ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી
કૅબીનૅટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઍ હાજરી આપી હતી અને મુસ્લિમ સમાજ ને ઈદ ની મુબારકબાદી પાઠવી હતી.
અલ્લાહ તઆલા સૌને સુખ-શાંતિ તંદુરસ્તી અને બરકત અતા કરે તેવી દુઆ કરવામાં આવી અલ્લાહ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રાખે અને સૌને સીધી રાહ પર ચલાવે તૅવી દુઆ અદા કરવામાં આવી હતી