જસદણ શહેર યુવા ભાજપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીના માળા પાણીના કુંડાનુ વિતરણ કારાયુ
જસદણ શહેર યુવા ભાજપ દ્વારા સેવા પરમો ધર્મ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જસદણ શહેર ભાજપ યુવા પ્રમુખ હરદીપભાઇ પટગીર તથા જસદણ શહેર યુવા પ્રભારી જવાહરભાઈ (જયુભાઇ) બોરીચાની આગેવાનીમાં મહામંત્રી નીતિનભાઈ મીઠાપરા મેહુલભાઈ છાયાણી ઉપપ્રમુખ પાર્થભાઈ ભાલાળા, રવિભાઈ કાનકડ કરણભાઈ બાવળીયા મંત્રી નિલેશભાઈ સાનેપરા મેહુલભાઈ રાદડિયા મોનિલભાઈ ધોળકિયા કોષાધ્યક્ષ જયભાઈ જોશી સહિત યુવા ભાજપની નવનિયુક્ત ટીમ દ્વારા શહેરની તરગાળા શેરી સુભાષચંદ્ર બોઝ સ્ટ્રીટ ડીએસવી કે હાઈસ્કૂલ રોડ મેઇન બજાર સહિતના વિસ્તારોમાં પક્ષીઓને પાણી પીવા માટેના કુંડા ચકલીના માળાનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે સમગ્ર જસદણ યુવા મોરચાના સભ્યો તથા હોદેદારોઍ હાજર રહી સેવાકીય કાર્ય કરેલ હતુ