વિરનગરમાં સરકારી ખરાબામાં કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરી દેનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ ASP ડૉ નવીન ચક્રવર્તી ઍ તપાસ આદરી
સર્વ નં.38 ની કિંમતી જમીન પર હરેશ રાદડિયાએ કબ્જો કરી ઓઇલ મિલનું બાંધકામ કરી વેપાર શરૂ કરી દિધો, સરકારી નોટીસનો અનાદર કરી દંડ પણ ન ભર્યો અંતે મામલતદાર ફરીયાદી બનતાં ગુનો નોંધાયો
જસદણના વિરનગરમાં સરકારી ખરાબામાં કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરી દેનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધાયો છે. સર્વ નં.38 ની કિંમતી જમીન પર હરેશ રાદડિયાએ કબ્જો કરી ઓઇલ મિલનું બાંધકામ કરી વેપાર શરૂ કરી દિધો હતો. સરકારી નોટીસનો અનાદર કરી દંડ પણ ન ભરતા અંતે મામલતદાર ફરીયાદી બનતાં જસદણ પોલીસે ગુનો તપાસ આદરી હતી. બનાવ અંગે જસદણ મામલતદાર એમ.કે.બલીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હરેશ પ્રેમજી રાદડીયા (રહે. વિરનગર, જસદણ) નું નામ આપતાં આટકોટ પોલીસે લેન્ડગ્રેબિંગ એકટ હેઠલ ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, જસદણના વિરનગર ગામના સરકારી ખરાબાના રે.સ.નં. 38 પૈકી ની હૈ.0-02-10 ચો.મી. આટકોટ-રાજકોટ રોડ કાંઠાની જમીનમાં હરેશ રાદડીયાએ અનઅધિકૃત કબજો કરી મહાદેવ મીની ઓઇલ મીલનું બાંધકામ કરી વેપાર કરવાની સાથે વાણિજય ઉપયોગ શરૂ કરી દિધો હતો.આરોપીએ સરકારી જમીન પચાવી પાડેલ હોય જેથી તત્કાલીન જસદણ સર્કલ ઓફીસર દ્વારા વિગતવાર દરખાસ્ત રજુ કરતા સામાવાળા વિરૂધ્ધ જમીન મહેસુલ કાયદાની કલમ-61 હેઠળ દબાણ કેસ દાખલ કરવામાં આવેલ.તત્કાલીન મામલતદારએ દબાણદાર સામે લે.રે.કો.ક. 61 હેઠળ કાર્યવાહી હાથ ઘરી રૂબરૂ સાંભળવા નોટીસ આપી દબાણદારને રૂબરૂ સાંભળવામાં આવેલ હતો. આરોપીએ સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરેલ હોવાનું સાબિત કરતાં આરોપીએ તે માની જંત્રીના 1 ટકા લેખે રૂા.250 દંડ અને દબાણવાળી જમીન સ્વખર્ચે ખુલ્લી કરવા હુકમ કરવામાં આવેલ છે. આરોપી દબાણદારએ સરકારી જમીનમાં કોઇ પરવાનગી વિના મનસ્વી રીતે દબાણ કરી ઓઇલમીલ બનાવી વાણિજય ઉપયોગ કરતા હોય જેથી તા.05/04/2025 ના રોજ જમીન મહેસુલ કાયદાની કલમ હેઠળ નોટીસ આપવામાં આવેલ અને નોટીસના દિવસ-પ માં સરકારી જમીન પરનું દબાણ સ્વેચ્છાએ ખુલ્લુ કરવા જણાવવામાં આવેલ, તેમ છતા દબાણ ખુલ્લુ કરવામાં આવેલ નથી. જેથી તા.09/02/2026 દબાણદાર સામે સુઓમોટો કરી ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરતા રાજકોટ કલેકટર દ્વારા સામાવાળા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પોલીસ ફરીયાદ નોંધાવવા આદેશ કરતા રૂ.2.83 લાખની સરકારી જમીન પર કબ્જો કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી જસદણ એએસપી ડો. નવીન ચક્રવર્તી અને ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો.