આટકોટના મૉટા દડવા ગામે ખેડૂતને મારમારી આઠ મણ તલ લૂંટી લેનાર આરોપી ૨૬ વર્ષે ઝડપાયો
રાજકોટ રૂરલ એલસીબીની ટીમે આરોપી અશોક સાથળીયાને અમરેલીથી દબોચી કાર્યવાહી કરી
આટકોટ નજીકના ગોંડલના મોટા દડવા ગામે ૨૬ વર્ષ પૂર્વે ખેડૂતને મારમારી લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયેલા આરોપીને રાજકોટ રૂરલ એલસીબી ટીમે અમરેલી ખાતેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની આપેલ સૂચનાથી ગોંડલ તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૦ મા નોંધાયેલ લૂંટ-ધાડના ગુનાના ફરિયાદી બાવાભાઈ શામજીભાઈ ચોવટીયા(રહે. મોટા દડવા ફરિયાદીને મારમારી ખેતરમાં પ્રવેશ કરી રૂ.૩ હજારના આઠ મણ તલની લૂંટ કરી આરોપીઓ નાસી ગયાનો બનાવ નોંધાયો હતો. જે ગુનામાં છેલ્લા ૨૬ વર્ષથી ફરાર આરોપીઓ અંગે બાતમીદારો મારફત સચોટ હકીકત મેળવી એલસીબી શાખાના એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા અને અનિલભાઈ ગુજરાતીએ અમરેલી ખાતેથી આરોપી અશોક ઓઘા સાથળિયા (ઉ.વ.૪૭, રહે. શીતળાધાર મફતિયાપરા, સરદાર ગૌશાળા પાછળ, કોઠારીયા સોલવન્ટ, રાજકોટ)ની ધરપકડ કરી હતી. આ કામગીરી રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા, પીએસઆઇ કે એમ ચાવડા, એચ સી ગોહિલ, આર વી ભીમાણી, પી એન ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ રણજીતભાઈ બોરડ દ્વારા કરવામાં આવી હતી.