વીંછિયા પોલીસૅ ઇકો કારમાંથી 138 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપ્યો રૂ,1.91 લાખના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના શખ્સની ધરપકડ
વિંછીયા પોલીસે બાતમીના આધારે બોટાદ તરફથી આવતી એક ઇકો ગાડીને આંતરી તેમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂ. 1,91,300 નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને એસ.પી. વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂબંધીના કડક અમલની સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે વિંછીયા પી.આઈ. એ.સી. ડામોર અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની ઇકો ગાડીમાં દારૂનો જથ્થો બોટાદથી વિંછીયા તરફ આવી રહ્યો છે.પોલીસે આંબલીચોક પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ ઇકો ગાડી નંબર GJ-03-FK-1000 આવતા તેને રોકી તલાશી લેવામાં આવી હતી. ગાડીમાંથી વિદેશી દારૂની કુલ 138 બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ 138 બોટલ રૂ. 41,300, ઈકો ગાડી રૂ. 1,50,000 સહિત કુલ મુદ્દામાલ રૂ. 1,91,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ મામલે પોલીસે કલમ ધનસીંગભાઈ ભુરીયા (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) નામના આરોપીની ધરપકડ કરી હતી. આ કામગીરીમાં પીઆઈ એ.સી. ડામોરની સાથે હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ગોહિલ, અશોકભાઈ સોસા અને બળવંતભાઈ ડાભી જોડાયાહતા.