જસદણ ન્યાયાલયમાં સીમતળની વડીલો પાર્જિત જમીન અંગે વાદીનો વચગાળાનો મનાઈ હુકમની અરજીને નામંજુર કરતો હુકમ કર્યો
રાજકોટ જિલ્લાના જસદણ શહેરના ગીતાબેન અને અન્ય વાદીઓ દ્વારા જસદણ શહેરના ધીરુભાઈ તેમજ અન્ય આઠ જણા સામે વાદવિવાદ જમીનમાં પ્રવેશ કરી કબજો મેળવવા પ્રયાસ કરી રહ્યા અંગેનો જસદણના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબશ્રીની કોર્ટમાં રેગ્યુલર દીવાની કેસ દાખલ કરી કાયમી મનાઈ હુકમ તથા વચગાળાનો મનાઈ હુકમ મેળવવા માટેની અરજી કરેલ હતી. આમ ઉપરોક્ત વાદગ્રસ્ત જમીનમાં કુલ નવ જણા પ્રતિવાદીઓ હોય જેમાં જસદણ શહેરના પ્રતિવાદી એવા લીલાબેન એમ.લાડોલા, રાજુભાઈ એમ.લાડોલા, દિનેશભાઈ એમ.લાડોલા, ભરતભાઈ જી.તાવિયાના એડવોકેટ તરીકે જસદણ શહેરના નોટરી ભારત સરકાર અને એડવોકેટ ગુજરાત હાઇકોર્ટના પ્રકાશ પ્રજાપતી, યાકુબભાઈ દલાલ, ભીમજીભાઇ ધાધલ રોકાયેલા હતા અને ધીરુભાઈ બી.લાડોલા અને અન્ય ચાર પ્રતિવાદીઓના નોટરી અને એડવોકેટ તરીકે રશ્મિનભાઈ શેઠ રોકાયેલા હતા આમ કુલ નવ પ્રતિવાદીઓના એડવોકેટશ્રીઓ દ્વારા નામદાર કોર્ટમાં લેખિત વાંધા જવાબ રજૂ કરેલ હતા. આમ આ વાદગ્રસ્ત મિલકત તેમની વડીલોપાર્જીત જમીન હોય અને એ જમીન પૈકીથી લીલાબેન એમ.લાડોલા, રાજુભાઈ એમ.લાડોલા અને દિનેશભાઈ એમ.લાડોલાના ભાગમાં આવેલ હતી અને ભાગમાં આવેલ જમીન પ્રતિવાદી નંબર છ થી નવે રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના મોઢુકાના રહીશ ભરતભાઈ જી.તાવીયાને દસ્તાવેજ કરી વેચાણ આપેલી અને વાદગ્રસ્ત મિલકતનો કબજો અને માલિકી ભરતભાઈ જી.તાવિયાની હોય અને તેમણે વેચાણ દસ્તાવેજથી ખરીદી કરેલ હોય અને રેવન્યુ રેકોર્ડ ગામ નમૂના નંબર છ ના હક્ક પત્રકમાં પણ તેમના નામે નોંધાયેલ હોય તે બાબતનો દસ્તાવેજી પુરાવા સાથે વિગતવારે જસદણ શહેરના નોટરી એડવોકેટ પ્રકાશ પ્રજાપતી, યાકુભાઈ દલાલ, ભીમજીભાઇ ધાધલ અને પ્રતિવાદી નંબર એક થી પાંચના નોટરી એડવોકેટ રશ્મિનભાઈ શેઠ દ્વારા લેખિત વાંધા જવાબો અને આધાર પુરાવાઓ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ અને ત્યારબાદ કાયદા અનુસંધાને નામદાર કોર્ટ સમક્ષ સાચી હકીકત તેમજ દસ્તાવેજી પુરાવાવાઓ તેમજ દલીલો કરી વાદીઓનો વાદગ્રસ્ત મિલકત માથે કોઈ જ હક અધિકાર ન હોય તેમજ વાદીઓનો વચગાળાનો દાવો નામંજૂર કરવા પ્રતિવાદીઓના એડવોકેટશ્રીઓ દ્વારા ધારદાર દલીલો કરેલ
આમ આ કેસ જસદણના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન. દવે સાહેબશ્રીની કોર્ટમાં ચાલેલ.
આમ આ કેસ નામદાર કોર્ટેમાં ચાલી જતા વાદી પક્ષે રજૂ થયેલ કેસ અરજી અને આધાર પુરાવાઓ તથા પ્રતિવાદીઓ પક્ષે રજૂ થયેલ વાંધા જવાબ અને આધાર પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલોને સાંભળેલ અને આધાર પુરાવાઓને ધ્યાને લઈ કાયદા મુજબ વાદીઓનો વચગાળાનો મનાય હુકમ નામંજૂર કરેલ આમ જસદણ શહેરમાં રહેતા એવા પ્રતિવાદી નંબર છ થી નવના એડવોકેટ તરીકે જસદણ શહેરના નોટરી ભારત સરકાર અને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટશ્રી પ્રકાશ પ્રજાપતી, યાકુભાઈ દલાલ, ભીમજીભાઇ ધાધલ તેમજ પ્રતિવાદી નંબર એક થી પાંચના એડવોકેટ તરીકે નોટરી & ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રશ્મિનભાઈ શેઠ રોકાયેલા હતા