શિવ થી શિવ સુધીની પગપાળા યાત્રા મોટા દડવા પહૉચતા મંત્રી બાવળીયાનુ ભવ્ય સ્વાગત કરાયું ભજન ભોજન સાથે રાત્રી રોકાણ કર્યું ઈશ્વરીયા કાનપર જસાપર બળધૉય સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
ઘેલા સોમનાથ થી ગોડલાધાર ગઢડીયા જસદણ આટકોટ ખરચીયા થઈ પદયાત્રા મોટા દડવા પહોંચી હતી જ્યાં ગિરધરભાઈ વેકરીયા ના અવધ જીનીંગ ખાતે ભજન ડાયરો ભોજન તેમજ મંત્રી કુવરજીભાઈનું ભવ્ય સ્વાગત કરાયું હતું સોમનાથ થી સોમનાથ ની પદયાત્રા કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા પાંચાળ થી ગીર સુધી ની લાંબી પદયાત્રા કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા દેશની સુખાકારી માટે નિરોગી દેશ જન કલ્યાણ માટે આ સંકલ્પ યાત્રાનો હેતુ રહ્યો છે મંત્રી ઍ બાવળિયા જણાવ્યું હતું ભલું થાય તો કરવું બાકી ખરાબ કોઈનું ન કરવું આ યાત્રા માત્ર જન જન ની સુખાકારી યાત્રા રહશે તેમજ સ્વચ્છતા અંગે જણાવતા કહ્યું હતું કે કોઈપણ જગ્યાએ પાણીની બોટલો કે પાનમાવા ના કાગળો રોડ પર યાત્રા દરમ્યાન ન નાખવા રોડ પર તકેદારી પૂર્વક ચાલવા અનુરોધ કર્યો હતો આ તકે વધુમાં જણાવ્યું કે મન હોય તો માળવે જવાય જો કે મંત્રી કુંવરજીભાઇ ની સ્ફૂર્તિ જોતા યુવાનો ને પણ શરમાવે તેવી તાજગી 43 કિલોમીટર ના અંતે દ્રશ્યમાન થઈ હતી અહીં કોઈપણ થાક વગર સુંદર અને પ્રફુલ્લિત નજરે પડ્યા હતા જો કે આ યાત્રાનો વાર જ શનિવાર ના પ્રસ્થાન કર્યું છે જો કે શનિવાર એટલે બળ નો વાર અહીં બળ પ્રદાન અર્થે શંકર સુવન કેસરી નંદન ને યાદ કરી બળ પુરૂં પાડવા માટે કેબિનેટ મંત્રીની મનોમન ઈચ્છા હશે હાલ મોટાદડવા ખાતે મંત્રી બાવળિયા નૅ આવકારવા સ્વાગત કરવા ગામે ગામ ઉમટ્યુ ત્યારે મોટાદડવા મુકામે પહોંચતા મોટાદડવા ઉધોગપતિ ગિરધરભાઈ વેકરિયા તેમજ સરપંચ ભુપતભાઇ વાળા તેમજ મનુભાઈ લાવડીયા સહિત વજુભાઇ ચાવડા ડૉ કે.પી કારેથા સહિત દરેક ગ્રામજન સહિત આજુબાજુના ના કાનપર ઈશ્વરિયા જસાપર બળધોઈ સહિત ના લોકોએ સ્વાગત કર્યું હતુ પરંતુ ગિરધરભાઈ વેકરિયા એ ખાસ ભોજન અને ભજન ની બંને વ્યવસ્થા સુચારુ રીતે કરી સાથે અહીં 1500 જેટલા વ્યક્તિઓ એ એક સાથે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સર્જાયો હતો સાથે કુંવરજીભાઇ બાવળિયા રાત્રી રોકાણ મોટાદડવા મુકામે કરી કૃતકૃત્ય થયા હતા સાથે ગ્રામજનો વતી ભુપતભાઇ વાળા એ આભાર વિધિમાં જણાવ્યું હતું કે કર્મનિષ્ઠ વ્યક્તિ ને કયારેય થાક લાગતો નથી બાવળિયા સાહેબ એક કર્મનિષ્ઠ વ્યક્તિ તરીકે ઉભરી આવે તેવી છબી છે સૂર્યનારાયણ નિત્ય ઉગે છે જે કર્મ પ્રદાન કરે છે તો ક્યારેય થાક નથી અનુભવતા તો કર્મ કરનાર વ્યક્તિ પણ થાક ને અનુભવવા દેતું નથી બાબાસાહેબ વેગડા એ જણાવ્યું હતું કે શિવ થી શિવ દ્વારા ની યાત્રા મંગલ કારી રહેશે સૌ માટે યાત્રાનો હેતુ સિદ્ધ થાય તેવા આશિષ પાઠવ્યા હતા