રાજ્યની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં 9,500 ઓરડાની ઘટ ગુજરાતૅ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી હોવાની વાત પોકળ હંબક વાહીયાત પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા
આમાં કેમ ભણશે ગુજરાત ભાર વગરનું ભણતર શાળાઓમાં પૂરતી સુવિધાઓ નથી અને ગાંધીનગરમાં ધારાસભ્યો કાયમિક રહેતા ન હોવા છતાં અધ્યતન ફ્લેટ કરોડોનો ખર્ચ
જસદણ વીંછીયાના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ડેરીના પૂર્વ ચેરમેન તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ ભીમજીભાઇ બાંભણિયાએ જણાવ્યું છે કે શિક્ષણનો દરેક બાળકોને લાભ મળે તે માટે સરકાર ધ્વારા દર વર્ષે પ્રવેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. હાલમાં વિધાનસભામાં આપવામાં આવેલ માહિતી મુજબ ગુજરાતની પ્રાથમીક શાળાઓ તથા માધ્યમીક શાળાઓમાં અંદાજીત ૯,૫૦૦ જેટલા ઓરડાઓની ઘટ છે. ગુજરાત શિક્ષણક્ષેત્રે પ્રગતિ કર્યાની વાતો પોકળ હંબક અને બે બુનિયાદ વાહીયાત સાબિત થઈ છે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાએ વધુમાં જણાવ્યું છે કે
ખાસ કરીને બનાસકાંઠા, છોટા ઉદેપુર, પંચમહાલ વિગેરે જીલ્લાઓમાં ઓરડાઓની ઘટ વધારે છે. ગાંધીનગરમાં ધારાસભ્યો કાયમી રહેતા નથી છતાં તેઓના માટે અદ્યતન સુવિધાવાળા ફલેટ બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ કરેલ છે. કોના બાપની દિવાળી જયારે પ્રાથમિક જરૂરિયાત એવા શિક્ષણના હેતુ માટે પુરતું ધ્યાન અપાતું નથી એ દુઃખદ બાબત છે. અમુક શાળાઓમાં પાણી, મુતરડી કે ગ્રાઉન્ડ જેવી વ્યવસ્થા નથી. અમુક શાળાઓ જર્જરીત મકાનના હિસાબે બંધ પડી છે.
નાના બાળકો, વિદ્યાર્થીઓ માટે ભાર વગરના ભણતરની ખાલી વાતો કરવામાં આવે છે. પણ તેના પ્રત્યે લક્ષ અપાતુ નથી. એરપોર્ટ, બુલેટ ટ્રેન રસ્તાઓ વિગેરેની જરૂરીયાત હોય એમ માની લેવામાં આવેતો પણ સાથોસાથ આ શિક્ષણના હેતુ માટેની આવશ્યકતાઓને પ્રાધાન્યતા આપવામાં આવે એ જરૂરી છે. શિક્ષકોની ઘટનો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે ભરતી કરવાનું વહેલી તકે આયોજન કરે તેવી અંતમાં ભીખાભાઈ બાંભણીયાએ સરકાર પાસે અપેક્ષા કરીછૅ