error: This Content is protected !!

જસદણના ડુંગરપુર હનુમાનજી મંદિરે 65 મી શ્રી રામચરિત માનસ નવાન્હ જ્ઞાનયજ્ઞ યૉજાશૅ પોથીયાત્રા મોટા રામજી મંદિરેથી નીકળશે

તા.25 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે કથા શ્રી રામ જન્મ હનુમાન જયંતી મહાપ્રસાદ જૅવા વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે

 

જસદણના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ડુંગરપુર હનુમાનજી મહારાજની જગ્યામાં પરમ કૃપાનીધાન ભક્તશ્રી બજરંગબલીની અસીમ કૃપાથી 65 મી શ્રી રામચરિત માનસ નવાન્હ જ્ઞાનયજ્ઞ (રામકથા) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.25 માર્ચથી તા.2 એપ્રિલ સુધી ચાલનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં રામકથાની પવિત્ર ગંગા વહેશે 

આ જ્ઞાનયજ્ઞમાં વક્તા સ્થાને બળેલ પીપરીયા નિવાસી શાસ્ત્રી પંકજભાઈ ભટ્ટ બિરાજશે, જેઓ પોતાની મધુર અને સંગીતમય શૈલીમાં શ્રોતાઓને પ્રભુ શ્રીરામના ગુણાનુવાદ અને રામચરિત માનસના દિવ્ય પ્રસંગોનું રસપાન કરાવશે.

રામગાથાના આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. જેમાં પોથી યાત્રા આગામી તા.25 ને બુધવારના રોજ સવારે 9 કલાકે શ્રી મોટા રામજી મંદિર, જસદણથી નીકળી ડુંગરપુર હનુમાનજીની જગ્યાએ પહોંચશે. શ્રી રામ જન્મ ઉત્સવ તા.27 ને શુક્રવારના રોજ બપોરે 12 કલાકે ધામધૂમથી ઉજવાશે. જ્યારે તા.2 એપ્રિલને બુધવાર હનુમાન જયંતિ ના રોજ બપોરે 12 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે.

કથાનું આયોજન શ્રી ડુંગરપુર હનુમાનજીની જગ્યા ખાતે રાખવામાં આવ્યું છે. કથા દરરોજ બે સત્રમાં યોજાશે. જેમાં સવારનો સમય 9 થી 12 કલાક સુધી અને બપોરનો સમય 3 થી 6 કલાક સુધીનો રહેશે. આ કાર્યક્રમ શ્રી શ્રી 108 મહંત શ્રી દેવેન્દ્રગીરીજી મહારાજ, બ્રહ્મલીન મહંતશ્રી હરીગીરીજી મહારાજ અને મહંતશ્રી લક્ષ્મણગીરીજી મહારાજના આશીર્વાદ સાથે યોજાઈ રહ્યો છે. નિમંત્રક તરીકે શ્રી શ્રી 108 મહંત શ્રી દેવેન્દ્રગીરીજી, ગુરૂશ્રી બ્રહ્મલીન મહંતશ્રી અલમસ્તગીરીજી મહારાજ તથા મહંતશ્રી હરિહરાનંદગીરી ગુરૂશ્રી લક્ષ્મણગીરીજી મહારાજ સેવા આપી રહ્યા છે. શ્રી ડુંગરપુર સેવક મંડળ, શ્રી પાર્થેશ્વર પરિવાર અને જસદણ, બાખલવડ, પોલારપર, ગઢડીયા સહિત આજુબાજુના ગ્રામજનો દ્વારા તમામ રામપ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કથાનું જીવંત પ્રસારણ YouTube ચેનલ Shree Dungarpur Hanumanji maharaj પર પણ નિહાળી શ

કાશે.