error: This Content is protected !!

જસદણમાં વિપુલ સદાદીયાએ સરકારી જમીન પર હોટલ ખડકી દીધી લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

કલેક્ટરના આદેશ બાદ મામલતદાર એમ.કે. બલીયા ફરિયાદી બન્યા પહેલાં અડધું દબાણ હટાવ્યું ત્યારે બાકીનું સ્વેચ્છાએ હાથવવા બે દિવસનો સમય આપેલો પણ દબાણ, યથાવત રાખતા કાર્યવાહી થઈ

 

જસદણમાં વિપુલ સદાદીયાએ સરકારી જમીન પર હોટલ ખડકી દીધી હતી અને જમીન પર કબ્જો કરી લીધો હતો. જે અંગે જસદણ પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે

કલેક્ટરના આદેશ બાદ જસદણ મામલતદાર એમ.કે. બલીયા ફરિયાદી બન્યા હતા. તેઓએ ફરિયાદમાં જણાવ્યું કે, જસદણ તાલુકાના હડમતીયા ખાંડા ગામના સરકારી ખરાબાના રે.સ.નં. ૮૦ પૈકી ૧ ની ૨૦૦-૦૦ ચો.મી. જસદણ-વિંછીયા રોડ કાઠાની જમીનમા આરોપી વિપુલભાઈ વલ્લભભાઈ સદાદીયા (રહે, ખાંડા હડમતીયા, તા. જસદણ)એ અનધિકૃત કબ્જો કરી હોટેલ બનાવી વેપાર વાણીજ્ય ઉપયોગ કરતા હોય અને સરકારી જમીન પચાવી પાડેલ હોય, તત્કાલીન સર્કલ ઓફીસર જસદણ દ્વારા વિગતવાર દરખાસ્ત રજુ કરતા, આરોપી વિરુધ્ધ જમીન મહેસુલ કાયદાની કલમ-૬૧ હેઠળ દબાણકેસ દાખલ કરવામાં આવેલ અને તાત્કાલીન મામલતદારએ દબાણકર્તા સામે કાર્યવાહી હાથ ધરી રૂબરૂ સાંભળવા નોટીસ આપી દબાણદારને રૂબરૂ સાંભળવામાં આવેલ. દબાણદારએ સરકારી જમીનમા કોઈ પરવાનગી વિના મનસ્વી રીતે દબાણ કરી હોટેલ બનાવી વેપાર કરી વાણિજ્યક ઉપયોગ કરતા હોય, દબાણ દુર કરવા જતા હોટેલની પથ્થર-પતાની બનાવેલી ઓરડી જેસીબીથી હટાવી દુર કરવામાં આવેલ અને. પતરાના શેડમાં પરચુરણ માલ-સામાન હોવાથી બે દિવસનો સમય આપવા રજુઆત કરેલ અને આ દબાણ જાતે હટાવવા નાયબ મામલતદાર દબાણ-૧ જસદણ તથા મહેસુલી તલાટી હડમતીયા ખાંડા રૂબરૂ બાંહેધરી આપેલ. જેથી બે દિવસનો સમય આપેલ. ત્યારબાદ પ્રતિવાદીએ સ્વેચ્છાએ દબાણ ખુલ્લું નહીં કરતા તા.૨૨/૦૪/૨૦૨૫ ના રોજ નોટીસ આપી હતી. તેમ છતા દબાણ ખુલ્લુ કરવામાં આવેલ નથી. જેથી સ્યુમોટો લઈ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ કાર્યવાહિ કરવા દરખાસ્ત થઈ હતી. જેમાં કમિટીમાં નિર્ણય થતા કલેકટરના આદેશ બાદ વિપુલભાઈ સદાદીયા સામે કાયદેસરની કાર્યવાહિ કરવા જસદણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે