error: This Content is protected !!

જસદણ-આટકોટમાં વાળંદ સમાજ ના યોજાયેલા સંમેલનમાં પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક

જસદણ અને આટકોટના સમસ્ત વાળંદ સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. શ્રી રામ નવમી ના આ પવિત્ર દિવસે સમાજની નવી કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં અનુભવીઓના માર્ગદર્શન હેઠળ ઉત્સાહી યુવાનોના હાથમાં સમાજની આગેવાની સોંપવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ, પ્રમુખ તરીકે ધાર્મિકભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે ગોકુલભાઈ ચૌહાણ, મહામંત્રી તરીકે વિજયભાઈ મજીઠીયા, મંત્રી તરીકે કેતનભાઈ વિસાણી, ખજાનચી તરીકે રાજુભાઈ ચૌહાણની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. આ નિમણૂકનો મુખ્ય હેતુ સમાજમાં નવી ઊર્જાનો સંચાર કરવાનો અને સામાજિક કાર્યોને વેગ આપવાનો છે. કારોબારીના આગેવાનોએ જણાવ્યું હતું કે, રામનવમી જેવા પવિત્ર દિવસે જ્યારે આ નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ ટીમ સમાજના ઉત્થાન, શૈક્ષણિક પ્રગતિ અને સંગઠનને મજબૂત બનાવવા માટે કટિબદ્ધ રહેશે.