error: This Content is protected !!

જસદણના સાણથલી મોટા દડવા રાણપરડા દોલતપર બળધોઈ પંથકમાં રૂ, 315 લાખના ખર્ચે રૉડ રસ્તાનું ધારાસભ્ય બાવળીયાએ ખાતમુહૂર્ત કર્યુ

જસદણના ધારાસભ્ય અનૅ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રૂ. 315 લાખના ખર્ચે નિર્માણ પામનારા વિવિધ

સુવિધાપથના ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા તાલુકાના રાણપરડા ગામ ખાતે રૂ. 60 લાખના ખર્ચે બનનારા રાણપરડા-દેવળીયા રોડ, દોલતપર ગામ ખાતે રૂ. 60 લાખના ખર્ચે નિર્માણ પામનારા દોલતપર-સાણથલી રોડ, રૂ. 150 લાખના ખર્ચે તૈયાર થનારા બળધોઈ-મોટા દડવા રોડ અને રૂ. 45 લાખના ખર્ચે બનનારા સ્ટેટ હાઈવેથી બળધોઈ રોડનું વિધિવત ભૂમિપૂજન કર્યું હતુ બાવળીયાએ વધુમાં ઉમેર્યું હતું કે સરકારે ગ્રામીણ વિસ્તારમાં પાયાની સુવિધાઓ પહોંચાડવા તેમજ છેવાડાના માનવી. ખેડૂતો અને જરૂરિયાતમંદ લોકોની ચિંતા કરીને તેમને આર્થિક સહાય પૂરી પાડવા અનેક યોજનાઓ અમલી કરી છે ત્યારે સરકારના પ્રયાસોની સાથે ગામલોકો પણ વિકાસના કાર્યોમાં સહિયારી રીતે સક્રિય બને, તે જરૂરી છે.ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની નૈતિક જવાબદારી દરેક નાગરિકની છે તેમ જણાવી તેમણે લોકભાગીદારી પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમોમાં મદદનીશ ઇજનેર સંજયસિંહ ઝાલાએ શાબ્દિક સ્વાગત કરવાની સાથે સુવિધાપથની ટેકનિકલ વિગતો પૂરી પાડી હતી