error: This Content is protected !!

ભગવાન શ્રીકૃષ્ણ અને દૅવિ રુકમણીના વિવાહ પ્રસંગે યોજાતા પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળૉ અત્રે સાંજે ૬ કલાકે સંપન્ન પોરબંદર જિલ્લા કલેકટર ધાનાણીએ વિસ્તૃત માહિતી આપી

મેળામાં સાંસ્કૃતિક એકતાના દર્શન કરાવવા માટે ઉત્તર પૂર્વ રાજ્યો અને ગુજરાતના કુલ ૫૪૦ કલાકારો પોતાની કલા રજૂ કરશે ઉત્તર પૂર્વના હસ્તકલાના 40 અને ગુજરાતના 40 એમ 80 સ્ટોલમાં 160 થી વધુ કલાકારો હસ્તકલા રજૂ કરશે ઉત્તર પૂર્વના રાજ્યોની હસ્તકલા નિહાળવા માધવપુરમાં લોકોને તક મળશે મેળાના પ્રથમ દિવસે મેળા સુધી પહોંચવા માટે મુસાફરો માટે ૩૫ એસ.ટી. બસોની સુવિધા કરાઈ જુનાગઢ જિલ્લાને 10 બસ ફાળવાશે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીના વિવાહ પ્રસંગ નિમિત્તે યોજાતો સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો આ વર્ષે ૨૭ માર્ચથી ૩૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન યોજાનાર છે આ અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨૭ માર્ચે સાંજે ૬ કલાકે મેળાના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, વિવિધ મંત્રીશ્રીઓ તેમજ ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીઓ તથા ભારત સરકારના મંત્રીશ્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

આ મેળામાં ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સંગમ ને સાંસ્કૃતિક એકતાના દર્શન કરાવવા માટે કુલ ૫૪૦ કલાકારો પોતાની કલા રજૂ કરશે, જેમાં ૨૭૦ કલાકારો ઉત્તર-પૂર્વ ભારતના અને ૨૭૦ ગુજરાતના કલાકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્થાનિક સૌરાષ્ટ્રના કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે દરરોજ ૩૦ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમનો ભવ્ય ઉદઘાટન સમારોહ અત્રે સાંજે 6:00 કલાકે થશે.સાંસ્કૃતિક કાર્યક્રમની થીમ વિકાસ ભી, વિરાસત ભી સમૃદ્ધિ સે સંસ્કૃતિની રાખવામાં આવી છે.