error: This Content is protected !!

જનકલ્યાણ શિવવંદના પદયાત્રા સંદર્ભે પ્રજાજનોમાં અદમ્ય ઉત્સાહ નાગરિકોનું અભિવાદન ઝીલતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગામલોકો સાથે સંવાદ ધાર્મિક સ્થળોએ સાધુ-સંતો સાથે ગોષ્ઠિ કરી

જસદણ વિછીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકહિતાર્થે ઘેલા સોમનાથ મંદિરથી સોમનાથ મંદિર સુધી 'જનકલ્યાણ શિવવંદના પદયાત્રા યૉજીછૅ. યાત્રાનો ઘેલા સોમનાથ મંદિરથી પ્રારંભ થયા બાદ બીજે દિવસે મોટા દડવા ગામથી ઉપડી હતી.

જનકલ્યાણ શિવવંદના પદયાત્રા'ના બીજા દિવસે મોટા દડવા, ઈશ્વરીયા, કરમારકોટડા, નાના માંડવા, રામોદ સહિત ગામોને આવરી લેવાયા હતાં. મંત્રીશ્રીની આગેવાનીમાં આયોજિત પદયાત્રા સંદર્ભે પ્રજાજનોમાં અદમ્ય ઉત્સાહ મળ્યો હતો. ગોંડલ-આટકોટ હાઇવે પર ગ્રામજનોએ પરંપરાગત સામૈયું કરી, ફૂલહાર અને શાલ પહેરાવી તેમજ દુકાનદારોએ મંત્રીશ્રીનું મોં મીઠું કરાવીને પદયાત્રાને આવકારી હતી. 

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ એ નાગરિકોનું અભિવાદન ઝીલીને, તેઓને યાત્રાના ખેસ પહેરાવ્યાં હતાં. ગામલોકો સાથે સંવાદ સાધ્યો હતો અને યાત્રા માર્ગમાં આવતાં ધાર્મિક સ્થળોએ દેવદર્શન કરીને સાધુ-સંતો સાથે ગોષ્ઠિ કરી હતી. આ તકે અગ્રણી ભાવેશભાઈ વેકરીયા સહિત અગ્રણીઓ અને ગામલોકો જોડાયા હતાં.

ઉલ્લેખનીય છે કે, આ યાત્રાનો હેતુ સામાજીક અને આધ્યાત્મિક એકતા સ્થાપિત કરવાનો છે. રાજય-દેશનો સાર્વત્રિક વિકાસ થાય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે, નાગરિકોની સુખાકારી વધે અને સાંપ્રદાયિક સમભાવમાં વૃદ્ધિ થાય, તે માટે ઇશ્વરને પ્રાર્થના કરવા કુલ ૨૨૯ કિલોમીટર લાંબી 'જન કલ્યાણ શિવવંદના પદયાત્રા' આરંભાઇ છે.