જસદણ પંથકમાં ખેડૂત નેતા રાજુ કરપડા પ્રેરિત ખેડૂત સંકલયાત્રાને જબરો પ્રતિસાદ રાજા વડલા ગામે મહિલાઓએ ઑવાણા લીધા
જસદણના અગ્રણી હરેશભાઈ રાણીંગભાઈ ધાધલ બાબભાઈ ખાચર કુંદણી નરેશભાઈ ધાધલ બરવાળા શિવરાજભાઈ ખાચર કોઠી સહિતના
આગેવાનોએ સન્માન કર્યું
જસદણ પંથકમાં પહોંચેલી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા પ્રેરિત ખેડૂત સંકલ્પ યાત્રાને હજારો માતાઓ, બહેનો તેમજ ખેડૂત યુવાનો અને વડીલો દ્વારા ઉષ્માભયોં આવકાર મળ્યો હતો ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનૅ આગેવાનોએ આવકારી અને સન્માનિત કર્યા હતા તાલુકાના રાજા વડલા ગામે હાંડા પરિવારના ખોડીયાર માતાજીના મંદિરે કિસાન ઇન્ડસ્ટ્રીઝ વાળા, હરેશભાઈ રાણીગભાઈ ધાધલ, બાબભાઈ ખાચર કુંદળી વાળા, નરેશભાઈ ધાધલ, બરવાળા વાળા, શિવરાજભાઈ ખાચર, કોઠી વાળા, સહિતના ખૅડુતૉ તથા આગેવાનોએ ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું તેમજ મહિલાઓએ દુખણા ઑલાણા લઈ અને કિસાન નેતા રાજુભાઈને આવકારી સ્નેહભર્યા આશીર્વાદ આપ્યા હતા. ખેડૂતોના આશીર્વાદ સાથેની કિસાન સંકલ્પ યાત્રા સુદામડા તરફ આગળ વધી હતી ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ ખેડૂતો તેમજ લોકોની સમસ્યાઓ અંગે જોરદાર વક્તવ્ય આપ્યું હતું રાજુ કરપડાની ખૅડુતૉ તથા લોક કલ્યાણકારી કાર્ય અંગેની લાગણી ખેડૂતો તથા લોક માનસમાં ભારે અસર જોવા મળી હતી