જસદણ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શ્રી રામ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા યોજાશે
આવતીકાલે સવારે 9:30 કલાકે શહેરની મુખ્ય બજારોમાં ગુંજશે જય શ્રી રામના નાદ તડામાર તૈયારીઓને આખરીઑપ અપાયૉ
જસદણ શહેરમાં આવતી કાલૅ રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવને હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટે શહેરમાં થયેલ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે તારીખ 26 ને ગુરૂવારના રોજ સવારે 9:30 કલાકે જસદણના મુખ્ય માર્ગો પરથી પ્રભુ શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડશે શહેરના માર્ગો પર ભગવા ધ્વજ અને સ્વાગત ગેટ દ્વારા સુશોભન કરવામાં આવ્યું છૅ જેનાથી વાતાવરણ પ્રભુ શ્રીરામમય બની ગયું છે.
રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શોભાયાત્રાના રૂટ અને વ્યવસ્થા અંગે આખરી ઓપ આપવા આવ્યૉ છૅ આ ભવ્ય આયોજનમાં જોડાવા અને દર્શનનો લાભ લેવા માટે તમામ હિન્દુ સમાજ અને રામભક્તોને ભાવભર્યું આમંત્રણ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ વતી દીપુભાઈ વાઘેલાએ પાઠવાયું છે