જસદણ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી ના અધ્યક્ષ સ્થાને મળેલ સામાન્ય સભામાં રૂ,60.88 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર
શહેરનમા નવો ફિલ્ટર પ્લાન્ટ ભદ્રાવતી નદી પર રિવરફ્રન્ટ તથા ગઢડીયા રોડ સુવિધા પથ બનશૅ ગંદકી સફાઈ પાણી રોડ રસ્તા ના વિકાસ કાર્યો હાથ ધરાશે
જસદણ નગરપાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણીના અધ્યક્ષ સ્થાને મળેલી ખાસ સામાન્ય સભામાં ચાલુ વર્ષે નું નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. શહેરના સર્વાંગી વિકાસને વેગ આપતા આ બજેટને સભામાં ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી અપાઈ હતી. નગરપાલિકાની એકાઉન્ટ શાખા દ્વારા રજૂ કરાયેલ વિગતો મુજબ, વર્ષ 2026-27માં નગરપાલિકાને વિવિધ સ્ત્રીતો દ્વારા કુલ રૂ. 47.39 કરોડની આવક થવાનો અંદાજ છે, જેની સામે શહેરના વિકાસકાર્યો અને વહીવટી ખર્ચ પેટે રૂ. 60.88 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે રૂ. 18.18 કરોડ સાથે વર્ષના અંતે રૂ. 4.69 કરોડની પુરાંત રહેશે બજેટની સાથે સામાન્ય સભામાં એજન્ડા ક્રમાંક 4 મુજબ વેરા વળતર અને દંડના નિયમો અંગેનો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એજન્ડાઓ પણ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા શહેરના નાગરિકોની સુવિધામાં વધારો કરવા મહત્વના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં શહેરની આગવી -ઓળખ ઉભી કરવા ભાદર નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે રૂ. 5 કરોડની જોગવાઈ, અમૃત 2.0 યોજના હેઠળ નવો ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પિંગ મશીનરી માટે રૂ. 6 કરોડ ફાળવાયા, ગઢડીયા રોડ ડેવલપ કરવા માટે રૂ. 6.50 કરોડ અને શહેરના અન્ય વિસ્તારોમાં રોડ રીસરફેસિંગ માટે રૂ. ૩ કરોડ ખર્ચવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિવિધ કામો માટે રૂ. 6.45 કરોડની ફાળવણી, સ્વચ્છ ભારત મિશન અને 15 માં નાણાપંચ હેઠળ ગંદકીના નિકાલ અને પાણી પુરવઠા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.