error: This Content is protected !!

ઓનલાઈન ફ્રોડ પર લગામ કસવા આરબીઆઈ ડબલ વેરિફીકેશનમાં પાસવર્ડ-પીનની સાથે અન્ય વિકલ્પો જોડશે

ગ્રાહક પાંચ રીતથી ડિજીટલ લેવડ-દેવડ મંજુર કરી શકશેઃ શંકાસ્પદ ગતિવિધિ પર એક કલીક પર અસ્થાયી ખાતુ પણ બંધ કરી શકશે

 

ઓનલાઈન ફ્રોડ (ઠગાઈ) પર રોક લગાવવા માટે આરબીઆઈ નવા નાણાકીય વર્ષમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત હવે ઓનલાઈન લેવડ-દેવડને વધુ સુરક્ષિત બનાવવા માટે ડબલ વેરીર્ફીકેશનમાં નવા વિકલ્પ જોડવામાં આવ્યો છે. તેમાં પહેલો વેરિકિશન પાસવર્ડ અથવા પિનથી થશે, જયારે બીજા વેરિર્ફીકેશન માટે ઓટીપી સહિત ચાર અન્ય વિકલ્પોમાંથી એકની પસંદગી કરવાની રહેશે. પહેલા તબકકામાં પાસવર્ડ કે પિન

ફરજીયાત રહેશે, જયારે બીજો તબકકો એવો છે જે દરેક લેવડ-દેવડની સાથે બદલતો રહેશે. તેમાં ઓટીપી, આંગળીના નિશાન ચહેરાની ઓળખ કે ડિવાઈસનું વેરિર્ફીકેશન સામેલ થશે.

નવા ધોરણો અનુસાર જો કોઈ બેન્ક સુરક્ષા ધોરણોનું પાલન નથી કરતી અને ગ્રાહકની સાથે છેતરપીંડી થાય છે તો તેની પુરી નાણાકીય જવાબદારી બેન્કની રહેશે.આ રીતે કામ કરશે નવી સીસ્ટમ વિશેષજ્ઞો અનુસાર આ સીસ્ટમ પહેલાથી વધુ સુરક્ષિત રહેશે. દરેક લેવડ-દેવડ દરમિયાન ઉપયોગકર્તાના ફોન ઉપકરણ, લોકેશન અને ખર્ચની પદ્ધતિને ધ્યાનમાં રાખી શકાય છે.

જો કોઈ લેવડ-દેવડ શંકાસ્પદ લાગે છે તો સીસ્ટમ ખુદ જ વધારાનું વેરિફર્ફીકેશન કરવાનું કહેશે. લેવડ-દેવડને ત્યારે મંજુરી મળશે,જયારે બધા સુરક્ષા ધોરણે ખરા જોવા મળશે.

એક કિલક પર ખાતુ તરત અસ્થાયી બંધ કરી શકાશે: આરબીઆઈએ બેન્કીંગ અને યુપીઆઈ એપમાં 'કિલ સ્વિચ' સુવિધા જોડવાનો પ્રસ્તાવ છે. તેનાથી ઈમરજન્સીમાં એક કલીક પર બેન્ક અને યુપીઆઈ ખાતાને તરત લોક કરી શકાશે. આરબીઆઈએ પોતાના વિઝન ૨૦૨૮ દસ્તાવેજમાં તેનો રોડમેપ તૈયાર કરાયો છે. હાલમાં અનેક બેન્ક પોતાની એપથી ડેબિટ કે ક્રેડીટ કાર્ડને બંધ કે શરૂ કરવાની સુવિધા આપે છે. આરબીઆઈ હવે તેનો વિસ્તાર યુપીઆઈ, ઈન્ટરનેટ બેન્કીંગ અને મોબાઈલ બેન્કીંગ જેવા બધા વિકલ્પો પર કરવા જઈ રહી છે. જો ગ્રાહકને તેના ખાતામાં કોઈ શંકાસ્પદ ગતિવિધિની શંકા થાય છે તો તે એક કલીક પર તરત પોતાનું ખાતુ અસ્થાયી રીતે બંધ કરી શકશે