જસદણના છૉટે જલારામ હરિરામ બાપા એ શરૂ કરેલ અખંડ રામધુનનો ૪૫,મા વર્ષમાં પ્રવેશ હરે રામ હરે કૃષ્ણ ધૂન ભજન પાઠ મહાપ્રસાદ સહિતનું આયોજન
જલારામ મંદિર ખાતે અખંડ ધૂન સાથે અખંડ અન્નક્ષેત્ર પૂજ્ય બાપાએ શરૂ કરેલ જયા બંને ટાઈમ ભૂખ્યા જનૉની જઠરાગ્નિ તૃપ્ત થાય છે
જસદણમાં છોટે જલારામ તરીકે વિખ્યાત પૂજ્ય હરિરામ બાપા એ શરૂ કરેલ હરે રામ હરે રામ રામ હરે હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે અખંડ રામધુનનો ૪૫,મા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે ખાસ વિશેષ કાર્યક્રમોનું આયોજન શ્રી જલારામ સત્સંગ મંડળ અને શ્રી જલારામ મંદિર દ્વારા આયોજન હાથ ધરાયું છે. ૨ એપ્રિલ ૨૦૨૬ને ગુરુવારના રોજ હનુમાન જયંતિની સાથોસાથ જલારામ મંદિરે ચાલતી અખંડ રામધુનનો પણ ૪૫માં વર્ષમાં પ્રવેશ થતો હોવાથી આ દિવસે ગુરુવારે વહેલી સવારે ૫ કલાકે રામચરિત માનસ પાઠ, સવારે ૭ કલાકથી સાંજ સુધી વિશેષ ધુન બપોરે ૧૧:૩૦ કલાકે સાધુ સમાજની નાતનો મહા પ્રસાદ બપોરે મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા છે.
આ અંગે મંદિર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે અત્રે સાદગી પ્રિય દિવગંત સંત શ્રી હરિરામ બાપા દ્વારા જસદણ જલારામ અખંડ ધુનનૉ પ્રારંભકરવામાં આવ્યો હતો આજે પણ રામનામની સાથે જરૂરિયાતમંદોને બન્ને સમય વિનામૂલ્યે ભોજન મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે દિવગંત સંત હરિરામ બાપા જીવન દરમિયાન રામનામ અને ભૂખ્યાને ભોજન એ જ જીવનમંત્ર બનાવ્યો હતો તેમનાં થકી જસદણ અને આટકોટમાં અખંડ રામધુન સાથે બન્ને સમય ભૂખ્યજનોને ભોજન મળી રહ્યું હોવાથી હજજારો લોકોની આંતરડી ઠરી રહી