જસદણ તથા વિંછીયા ખાતે મન કી બાત સાથૅ ભાજપની ટિફિન બેઠક યોજાઈ ધારાસભ્ય કુંવરજીભાઈ તથા જિલ્લા યુવા મંત્રી જવાહરભાઈ બોરીચા ઉપસ્થિત રહ્યા
બંને તાલુકા પ્રભારી મહેશ વાણીયા પાલિકાના જીતેન્દ્ર છાયાણી ભાજપ પ્રમુખૉ વિજય રાઠોડ ચંકીત રામાણી અશ્વિન સાકરીયા હરદીપ પટગીર સહિત વિવિધ મોરચાના હૉદૅદારૉ ઉપસ્થિતિ રહ્યા
જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આવેલ એસપીએસ સંકુલ ખાતે તેમજ વિંછીયાની ઓમકાર સ્કૂલ ખાતે બંને તાલુકા તથા શહેર ભાજપ દ્વારા ટિફિન બેઠક સાથૅ વડાપ્રધાન નરેન્દ્રભાઈ નો મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો આ તકે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા ઍ ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રભારી મહેશભાઈ વાણિયાએ કેન્દ્ર તથા રાજ્યની વિવિધ યોજનાઓ વિષે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તકે રાજકોટ જિલ્લા યુવા ભાજપના મંત્રી અને જસદણ વિછીયાના પ્રભારી જવાહરભાઈ બોરીચાઍ વિશેષ હાજરી આપી અને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે યુવા ભાજપના પ્રભાતભાઈ રબારી જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તથા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તેમજ તાલુકા પ્રમુખ ચંકેતભાઈ રામાણી આ ઉપરાંત વિછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાકરીયા તેમજ જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ હર્દિપભાઈ પટગીર મહામંત્રી મુકેશભાઈ ભેંસજાળીયા મુકેશભાઈ મેર સાગરભાઇ સાવલિયા લાલાભાઇ ગઢવીઍ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ બાદ ટિફિન બેઠક યોજી સૌએ સાથે ભોજન કર્યું હતું બંને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ કાર્યકર્તાઓએ સ્વછતા અભિયાન હેઠળ સાવરણાના વડે સાફ-સફાઈ કરવાનો પ્રયત્ન કર્યો હતો