error: This Content is protected !!

દૅવુ કરીનૅ ઘી, પીવૉ ગુજરાત ઉપર રૂ 3, 80 લાખ કરોડનું દેવું સાંસદો ધારાસભ્યો મંત્રીઓ શું કરે છે તે સૌ કોઈ જાણે છે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા

જો સાલીયાણા બંધ થતા હોય તો નેતાઓના પગાર ભથ્થા કર્મચારીઓના પેન્શન બંધ થવા જોઈએ ઉદ્ઘાટનો ઉત્સવો લોકાર્પણૉ સભાવો દેવાદાર રાજ્ય માટે કેટલા અંશે વ્યાજબી તૉ ગરીબો પણ પગાર ના હકદાર છે 

 

જસદણ વીંછીયાના પૂર્વ ધારાસભ્ય તથા રાજકોટ જિલ્લા ડેરીના પૂર્વ ચેરમેન તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડના માજી ચેરમેન ભીખાભાઈ ભીમજીભાઈ બાંભણીયા મો. ૯૮ર૪૦ ૩ર૪૯૦ ઍ રાજ્યની જનતા જોગ જણાવ્યું છે કે ગુજરાત ઉપર અંદાજીત રૂ। ૩, ૮૦ લાખ કરોડનું દેવું છે ચાલુ વરસે ૨૨,૦૦૦ કરોડનો વધારો થયેલ કે એવું જાણવા મળે છે. દેશના ક્યારેય આવી પરિસ્થિતી હોવા છતાં લોકસલાની ૮૦૦ ઉપરાંત સીટો અને ધારાસભાની ની ૨૭૨ સીટો અને લોકસભાની ૨૬ ને બદલ ૩૯ સીટો કરવાની માનસિકતા સત્તાધીશોના માનસમાં જોવા મળે છે.

આ સીટો વધારવાથી દેશ કે રાજ્ય ઉપર કેટલી રકમનું ભારણ વધશે તે વિચારવું અઘરું છે ધારાસભ્યો, સંસદ સભ્યો, રાજ્યસભાના સભ્યો શું કામગીરી કરે છે તે સૌ કોઈ જાણે છે. કોઈપણ જગ્યા ઉપર ચૂંટાયેલા હોદ્દેદારોને પગાર, માનદ વેતન, પૅન્શન કે અન્ય સવલતો આપવાનું બંધ કરવું જોઈએ બંધ કરવામાં આવે તો પણ ઉમેદવારો મળી. રહેવાના છે. ફક્ત કોઈપણ સંસ્થાની મીટીંગ ના કામકાજે જવાનું થાય ત્યારે જ ભાડા-ભથ્થા, સીટીંગ ફી વિગેરે જ મળે તેવી જોગવાઈ થવી જોઈએ.સરકારી કર્મચારીઓ કે અધિકારીઓને અપાતા પગાર ધોરણ તૅમજ અન્ય સવલતોમાં ફેરફાર કરવાની જરૂરત છે. લાખૉ રૂપિયાના પગાર લગભગ ૬૦૦૦૦ થી વધારે માસિક પેન્શન ચૂકવવામાં આવે છે. તેઓનું અવસાન થાય તો તેમાય પત્નીને પેન્સન મળે છે. નિવૃત્ત થયે. ગ્રે-ફેંડા પ્રો-ફંડ, અન્ય સવલત પેટે લાખૉ રૂપિયા મળે છે. છતાં કામ કર્યા વગર આજીવન પગરનું આગવું કરજદાર દેશ કે રાજ્ય માટે વ્યાજબી લાગતું નથી- હોદેદારો કે કમચારીઓ સિવાયના ઘણાં લોકૉ ભારતમાં ગરીબીની રેખા નીચે જીવે છે. તેવૉનૅ પણ સમકક્ષ લાભ મળવો જોઈએ ભીખાભાઈ બાંભણીયા એ વધુમાં જણાવ્યું છે કે

જાહેરાતો, ઉઘાટન, ઉત્સવો, લોકાર્પણ, મેળાવડા તેમજ સભાઓ પાછળ કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો કરવાની, જરૂરત છે. રજવાડાઓએ પોતાની મિલકતો દેશ માટે અર્પણ કરી ત્યારે તેના બદલામાં સાલીયાણા પેટે રકમ આપવાનું નક્કી કરવામાં આવેલ છતાં તે બંધ કરવામાં આવેલ છે. સાલીયાણા બંધ થઈ શકતા હોય તો હોદ્દેદારોને પગાર વિગેરેની. સવલતો, કર્મચારીઓ કે કોઈપણ વ્યકિતને આપવામાં આવતું પેન્શન બંધ થવું જોઈએ. આ બાબતે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે તૅમ અંતમાં જણાવ્યું હતું