error: This Content is protected !!

જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખૅડુતૉનૅ આજથી તમામ માલ ઉતારવા દેવામાં આવશે આવતીકાલથી રાબેતા મુજબ કામકાજ શરૂ થશે

ત્રણ ચાર દિવસ વરસાદની આગાહી હૉય માલ શેડમાં જ ઉતારવા સાથૅ જણસીઑ ઢાંકીને લાવવા કમિશન એજન્ટોએ ખેડૂતોને જાણ કરવી 

 

જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દરબાર સાહેબ શ્રી શિવરાજ કુમાર ખાચર માર્કેટિંગ યાર્ડ દ્વારા સબંધકર્તા સર્વેને જણાવવામાં આવ્યું છે કે હવામાન ખાતા ધ્વારા આગામી ત્રણ-ચાર દિવસ વરસાદી માવઠા થવાની આગાહી હોવાથી દરેક જણસી શેડમાંજ ઉતારવાની રહેશે જયાં સુધી શેડમાં જગ્યા હશે ત્યાં સુધી જ માલ ઉતારવા દેવામાં આવશે તથા ખેડૂતોએ પૉતાની દરેક જણસીઑ ને ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવા જણાવ્યું છે સાથે સાથે ઘઉં, ચણા અને કપાસની ઉભા પાલમાં જ હરરાજી લેવામાં આવશે જૅથી દરેક પાલ ઢાંકીને તથા ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવવાના રહશે. જેની સર્વેએ ખાસ નોંધ લેવા અનુરોધ કરેલ છે માલની આવક તા.૩૧/૦૩/૨૦૨૬ને મંગળવારથી કરવા દેવામાં આવશે, અને તા.૦૧/૦૪/૨૦૨૬ને બુધવારથી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે. જયાં સુધી શેડમાં જગ્યા હશે ત્યાંસુધીજ માલ ઉતારવા દેવામાં આવશે આ અંગેની જાણ દરેક કમીશન એજન્ટ ભાઈઓએ પોતપોતાના ખેડૂતભાઈઓને કરી આપવા વિનંતી કરવામાં આવી છે 

જે કોઈ વેપારીભાઈઓનો કે અન્યનો ખેતપેદાશ માલ ખુલ્લામાં પડેલ હોય કે વરસાદથી પલળે તેવી સ્થિતિમાં હોય તો તે માલ ફરજીયાત પણે ઉપડાવી લેવા ખાસ સુચના આપવામાં આવી છૅ