જસદણનો યુવક વ્યાજંકવાદમાં ફસાયો વ્યાજખોરોએ ૧ લાખના ૧૨ લાખ માંગી ધમકી આપી યુવકે હોટલનો ધંધો કરવા ૩ ટકૅ ૧ લાખ લીધાં’તાં,
ભાગીદાર અને વ્યાજખોરૅ પઠાણી ઉઘરાણી કરી પરીવારને મારી નાંખવાની ધમકી આપી પોલીસે અમદાવાદના બે શખ્સો સહિત ત્રણ વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો
બનાવ અંગે જસદણમાં રહેતાં રેશમાબેન સોહિલભાઈ મુલતાની (ઉ.વ.૪૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રમેશ હિરપરા (રહે. જસદણ), રિઝવાન મુલતાની અને ઇમ્તિયાઝ મુલતાની (રહે. બંને, અમદાવાદ) ૬) નું નામ આપતાં જસદણ પોલીસે મનીલેન્ડ એકટ સાહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ કરે છે. સંતાનામાં એક દીકરો તથા એક દિકરી છે. વર્ષ ૨૦૨૪ મા તેણીના પતિને નવો ધંધો શરૂ કરવો હતો તે માટે તેમણે તેના મિત્ર રીઝવાન મુલતાની સાથે વાત થયેલ અને બન્નેએ ભરૂચ હોટલ ચાલુ કરવાનુ નક્કી કરેલ હતુ, જેમાં ભાગીદારીમાં રોકાણ કરવા માટે પૈસાની જરૂરીયાત ઉભી થયેલ જેથી તેના પતિએ તેમના જસદણના મિત્ર રમેશ હિરપરા પાસેથી રૂ.૧ લાખ માસીક ૩% લેખે લિધેલ હતા.
જેનુ વ્યાજ એક વર્ષ સુધી નિયમિત તેને રોકડમા ચુકવેલ અને તેણીના બેંક એકાઉન્ટનો એક કોરો ચેક સિક્યુરીટી પેટે આપેલ હતો. બે વર્ષ પહેલા પતિને ભરૂચ જીલ્લામાં પાલેજ ખાતે આવેલ ભાગીદારી વાળી હોટેલમા નુકસાની જતા તેઓ ઘરે પરત આવતા રહેલ અને ડ્રાઇવિંગનો ધંધો શરૂ કરેલ હતો. બાદ ગઈ દિવાળી તહેવાર ઉપર રીઝવાન મુલતાની જે તેણીના પતિના ભાગીદાર હતા તેનો વોટ્સએપમા કોલ આવેલ કે, તમે રમેશ હિરપરાને તમારા નામનો કોરો ચેક આપેલ તે કોરો ચેક. મને આપી દિધેલ છે, તમે તથા તમારા પતિ મારા હિસાબના ૩ ૧૨ લાખ આપી દો, નહિતર હુ આ હુ આ ચેકમા રૂ. ૧૨ લાખની રકમ ભરી ચેક બાઉન્સ કરાવીશ અને તમારી ઉપર કેસ કરીશ તેમ કહેલ હતું. કે, બાદ બીજા દિવસે તેણી ઘરી હતી ત્યારે ત્રણેય આરોપી ઘરે આવેલ અને કહેલ તમારા પતિ ક્યા છે, જેથી તેને કહેલ કે, તેઓ ટુરમા ગયેલ છે. આ ત્રણેય લોકો કહેવા લાગેલ કે, તારા પતિને કહિ દે જે કે રૂ ૧ લાખના આજ સુધીનું વ્યાજ થઈ રૂ.૧૨ લાખ સાંજ સુધીમા પુરા પાડી દે નહિતર તને તથા તારા પતિને જીવતા રહેવા દઈશ નહિ તેમ કહિ જતા રહેલ હતા બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.