જસદણ પાલિકા બાંધકામ ચેરમેન જિલ્લા ભાજપ મહિલા પૂર્વ પ્રમુખ સોનલબેન વસાણી ઉપર ઈંટો અને લાકડા વડે હુમલો
સ્વાન કરડવા દોડિયા નો ખાર રાખી મનીષ ડાભી, તેમના પત્ની એકતાબેન ડાભી અને બીજા એક અજાણ્યા મહિલા સામે ફરીયાદ
પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન, રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને રામધામ ટ્રસ્ટના મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી ઉપર
ગઈકાલે તેમના ઘરે હુમલો થતા ઘેરા પડયા પડ્યા છે આ અંગે સોનલબેન વસાણીએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદલના ચિતલીયા કુવા રોડ ઉપર રહેતા સોનલબેન વસાણી ગઈ કાલૅ સાંજે તેમના ઘરે હતા એ દરમિયાન મનીષ ડાભી, તેમના પત્ની એક્તાબેન ડાભી તેમજ બીજા એક અજાણ્યા મહિલાએ ઘેર જઈ પ્રથમ
સોનલમેનના ઘરના દરવાજા ઉપર ઈટોના ધાકરતા સોનલબેન બહાર આવ્યા હતા એ દરમિયાન આરોપીઓએ દરવાજો ખોલી સોનલબેનને છાતીના ભાગે તેમજ બીજી જગ્યાએ ઈટોના છુટા ધા અને લાકડીથી માર મારતા ગોકીરો મચી ગયો હતો આ દરમિયાન આજુબાજુના રહેવાસીઓએ વચ્ચે પડી ઝઘડો શાંત પાડ્યો હતો પરંતુ સોનલબેનને ઈજા પહોંચી હોય તેવોને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
આ બનાવની જાણ થતા હોસ્પિટલ ખાતે ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ લૉહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને આરોપી સામે - કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઝઘડા અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બે ત્રણ દિવસ પહેલા આરોપી મનીષ ડાભીને સોનલબેનનું કૂતરું કરડવા દોડીયું હતુ એ અંગેનો ખાર રાખી બંને વચ્ચે બોલા ચાલી થઈ હતી ત્યારે ભાજપના અમુક આગેવાનો અને પોલીસ ખાતાએ આરોપીઓને બૉલાવી એક બીજાને ઠપકો આપી ફરીવાર આવું ન કરવા કહી દીધું હોવા છતાં ગઈકાલે આરોપીઓએ સોનલબેન ઉપર હુમલો - કરતા આ હુમલાના ઘેરા પડયા પડ્યા છે પોલીસ આ બનાવમાં યોગ્ય તપાસ કરી આરોપીની પરપકડ કરવા તજવીજ હાથ ધરી છે જો કે સામા પક્ષે પણ સોનલબેન વસાણી વિરુદ્ધ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનુ જાણવા મળે છે.