error: This Content is protected !!

જસદણમાં ખારીના કાઠૅ સાવલિયા પરિવાર ના કુળદેવી માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શોભાયાત્રા યજ્ઞ ભજન સાથે સંપન્ન

જસદણના ચિતલીયા રોડ ખારી માં ચબૂતરા પાસે આવેલી સાવલિયા પરિવારની વાડી ખાતે 02 એપ્રિલ, ગુરૂવાર ના રોજ હનુમાન જયંતીના પવિત્ર અવસરે કુળદેવી માતાજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રદ્ધા એને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર સાવલિયા પરિવાર ભાવભક્તિમાં તરબોળ જોવા મળ્યો હતો. મહોત્સવના પ્રારંભે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ

શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ અને હવનનું આયોજન કરાયું હતું જેમાં પવિત્ર આહુતિઓ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ ધાર્મિક મહોત્સવમાં પતંજલિ યોગપીઠ-હરિદ્વારના યજ્ઞદેવજી મહારાજ અને મહાકાળી આશ્રમ-ચરાડવાના મહંત અમરગીરી બાપુ સહિતના સાધુ-સંતોએ ખાસ હાજરી આપી હતી.