error: This Content is protected !!

જનકલ્યાણ શિવવંદના પદયાત્રા'ને ઢોલ નગારા સાથે ફુલડે વધાવતું નાના માંડવા ગામ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું આટીયાળી પાઘડી પહેરાવીને સન્માન કરાયું

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા જસદણ-વિંછીયા ના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ઘેલાસોમનાથ મંદિરથી સોમનાથ મંદિર સુધી 'જનકલ્યાણ શિવવંદના પદયાત્રા' ચાલી રહી છે. જેનું ગામેગામ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામમાં આ પદયાત્રાને ઢોલ નગારા સાથે ફુલડે વધાવવામાં આવી હતી.જનકલ્યાણ શિવવંદના પદયાત્રા'ના બીજા દિવસે યાત્રિકો મોટા દડવા ગામથી નાના માંડવા પહોંચ્યા હતાં, જ્યાં પદયાત્રાનું ઢોલના નાદ સાથે વાજતે-ગાજતે સ્વાગત કરાયું હતું. બહેનોએ ગરબા લીધા હતાં. બાળાઓએ પરંપરાગત રીતે કળશ સાથે પદયાત્રાનું સામૈયું કર્યું હતું. સરપંચ પ્રવિણસિંહ ચૌહાણ ભાવેશભાઈ ઠુંમર ચંદુભાઈ ઠુંમર વલ્લભભાઈ તથા પ્રવીણભાઈ કાછડીયા તથા ધીરુભાઈ વોરા ભાવેશભાઈ ચાવડીયા અગ્રણીઓએ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને આટીયાળી પાઘડી પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. તેમજ મંત્રી કુંવરજીભાઈ એ ગામલોકો સાથે વાતચીત કરીને આભાર માન્યો હતો. ત્યારબાદ પદયાત્રા મોટા માંડવા, રામોદ જવા નીકળી હતી.