જસદણના રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મ જયંતીની આસ્થા ભક્તિ ભજન સાથે ઉજવણી કરવામાં આવી
ભવાની આર્ટિસ્ટ દ્વારા દાદાનૅ કલાત્મક મનમૉહક શણગાર કરાયો કલા ભક્તિના ત્રિવેણી સંગમમાં રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી
જસદણ શહેરમાં હનુમાન જયંતીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વાજસૂરપરા વિસ્તારમાં આવેલા અને હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતી નિમિત્તે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું અહીં
કલા અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમા આ વર્ષે હનુમાન જયંતીના પર્વ પર ભાવિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર જાણીતા કલાકાર ભાવનાબેન (ભવાની આર્ટિસ્ટ) દ્વારા કરવામાં આવેલી રંગોળી અને દાદાનો વિશેષ શણગાર રહ્યો હતો. ભાવનાબેને પોતાની આગવી શૈલી અને ઝીણવટભરી કલા દ્વારા હનુમાનજીના સ્વરૂપને એવું નિખાર્યું હતું કે ભક્તો જોતા જ રહી ગયા હતા.ભક્તિ જ્યારે કલા સાથે ભળે છે ત્યારે દિવ્યતાના દર્શન થાય છે. રોકડિયા હનુમાનજીનો આ શણગાર તેનો જીવંત પુરાવો છેભવાની આર્ટિસ્ટ દ્વારા દાદાની મૂર્તિને અત્યંત તેજસ્વી અને આકર્ષક શણગારવામાં આવી હતી.મંદિરના પ્રાંગણમાં કલાત્મક રંગોળી કંડારવામાં આવી હતી જે ભક્તોમાં કુતૂહલનું કેન્દ્ર બની હતી. વહેલી સવારથી જ રોકડિયા હનુમાનજીના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી.ભક્તોએ દાદાના દર્શનની સાથે સાથે ભાવનાબેનની આ અદભૂત કલાને પણ મન ભરીને બિરદાવી હતી. સમગ્ર વાજસૂરપરા વિસ્તાર 'જય બજરંગબલી' ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને મહોત્સવની ભવ્યતામાં અનેરો વધારો થયો હતો.