જસદણમાં આવતીકાલે સંત પારાયણ યોજાશે રામાયણ અને આપણું જીવન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન
ચિતલીયા રોડ ગિરધરભાઈ ભુવાના ઘર પાસે આંતરરાષ્ટ્રીય વક્તા જ્ઞાનનયન સ્વામી કથાનુ રસપાન કરાવ છે કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ
જસદણ શહેરના ખાનપુર રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા રામાયણ અને આપણું જીવન પંચ દિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે જીવનના દરેક પગલે માર્ગદર્શન આપતું, પારિવારીક એકતાને સુદ્રઢ કરાવતું, પ્રશ્નોની વિટંબણાને પળમાં ઉકેલતું, જીવન જીવવાની કળા શીખવતું... મહાકાવ્ય એટલે આપણો સનાતન ઐતિહાસિક ગ્રંથ "રામાયણ" તો ચાલો આ રામાયણને આપણું જીવન બનાવીએ BAPS સ્વામિનારાયણ મંદિર ખાનપર રોડ,જસદણ દ્વારા રામાયણ અને આપણું જીવન એ મધ્યવર્તી વિચાર સાથે
પંચ દિવસીય સંત પારાયણ નું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં આંતરરાષ્ટ્રીય વક્તા પૂજ્ય જ્ઞાનનયન સ્વામીના મુખે આપણને જસદણના આંગણે પારાયણનો લાભ મળવાનો છે જેનું સ્થળ ગાયત્રી નગર શેરી ચિતલીયા કૂવા રોડ ગિરધરભાઈ ભુવાના ઘર પાસે,જસદણ તારીખ 08/04/2026 થી 12/04/2026 સમય: સાંજે 8:30 થી 10:30 જેથી ધર્મ પ્રિય જનતાને ખાસ સહપરિવાર પધારવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે