સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લાના પરવાનેદાર હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા આદેશ
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે રાજકોટ જિલ્લામાં તા.૨૬-૪-૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને સમગ્ર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી સમગ્ર જીલ્લાના તમામ પરવાનેદાર હથિયાર ધારકોએ પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા માટે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.ઓમ પ્રકાશે હુકમો જારી કર્યા છે. હથિયાર જમા લીધાની જાણ પોલીસ સ્ટેશનોએ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને જાણ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા પુરી થયે પરવાનેદારોએ તેમના હથિયારો તા.૩૦-૦૪-૨૦૨૬ પછી પરત મેળવી લેવાના રહેશે. આ હુકમ સમય દરમિયાન રાજકોટ જીલ્લાની મુલાકાતે આવનારા લોકોને પણ આ હુકમ લાગુ પડશે. જીલ્લાના તમામ હથિયાર ખરીદ વેચાણ કરતાં પરવાનેદારોએ ચૂંટણી સમય દરમિયાન હથિયાર ખરીદ વેચાણ કરનારને હથિયારોની સોંપણી નહિ કરવા પણ કલેકટરશ્રી દ્વારા જણાવાયુ છે. તા. ૩૦-૦૪-૨૦૨૬ સુધી અમલમાં રહેનારા આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.