વીંછિયાના ઓરી ગામે લાઈટ ના અજવાળે જુગટુ રમતા 4 શખ્સોને 40 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવાની સૂચના અન્વયે વિંછીયા પોલીસે બાતમીના આધારે ઓરી ગામમાં દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રંગે હાથ ઝડપી પાડયા હતા. પ્રાપ્ત વિગત મુજબ વિંછીયા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ઓરી ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા અનીલભાઈ ધોરીયા, ગોપાલભાઈ રાજેશભાઈ પરાલીયા, સુરેશભાઈ ઉર્ફે કાળી રાજાભાઈ સરવૈયા, વનરાજભાઈ ઓધવજીભાઈ ગોહીલને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.40,080 ની રોકડ રકમ તથા ગંજીપતાના પાના કબજે કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.