રાજકોટ-જસદણના સાત લોકોની કાર ભાડે મુકવાના બહાને મેળવી ગીરવે મૂકી છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ
બાબરાના કલોરાણા ગામના રાહુલ જાદવનું કારસ્તાનઃ માસિક રૂ. ૪૫ હજાર ભાડું ચૂકવવાની લાલચ આપી કાર મેળવી લેતોઃ બાદમાં ભાડુ ન ચૂકવી કાર પણ પરત નહિ આપતાં ગુનો નોંધાયો
જસદણના દૂધના વેપારી અને તેના મિત્રની કાર માસિક રૂ ૪૫ હજાર ભાડુ નક્કી કરી બાબરાના ભેજાબાજે કાર મેળવી ગીરવે મૂકી દઈ છેતરપિંડી આચરતાં જસદણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ભેજાબાજે રાજકોટ-જસદણના અન્ય પાંચ લોકો સાથે પણ ઠગાઈ આચર્યાનું સામે આવ્યું હતું
બનાવ અંગે જસદણના વડલા વાડી માં રહેતા અને દૂધની ડેરી ધરાવી વેપાર કરતા ૨૧ વર્ષીય યુવાન ઉમેશભાઈ અરવીંદભાઈ ભેસાણીયાએ ફરિયાદ નોંધાવેલી આરોપી બાબરા કલૉરાણા ગામે રહેતા રાહુલ દેહા જાદવનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા.૧૦/૧૦/૨૦૨૫ ના રોજ તે જસદણ ખાતે ઠાકરધણી હોટલે બેઠો હતો ત્યારે જસદણમાં રહેતા મિત્ર જયપાલભાઈ રબારી ત્યા હોટલ ખાતે મળેલ હતા, તેને વાત કરેલ કે, અમારા કુટુંબમાં
ચાર ફોર-વ્હિલ ગાડી છે, કોઈ કંપનીમા ભાડામાં ગાડીઓ ગોઠવાય તેવુ હોય તો કહેજો. જેથી જયપાલભાઈએ કહેલ કે, દશેક દિવસ પહેલા કલોરાણા ગામના રાહુલ જાદવને મારા ભાગીદાર મિત્ર રોનકભાઈ દેશાણીની કાર રૂ.૪૫ હજારના ભાડાથી કાર જામનગર એરપોર્ટ ખાતે ચલાવવા માટે આપેલ છે બાદ બીજા દિવસે તા.૧૧ ના તે તથા જયપાલભાઈ બન્ને ઠાકરધણી હોટલ ખાતે ગયેલ ત્યા રાહુલ જાદવ આવેલ જેથી તેની સાથે
મુલાકાત થતા રાહુલે વાત કરેલ કે, હુ છેલ્લાં મેળવી અન્યોને ભાડે આપવાનું કામ કરું છું. ભાડા પેટે ચૂકવું છું. જેથી ફરીયાદીએ પોતાની દરેક કારના માલિકને હું માસિક રૂ. ૪૫ હજાર સ્વીફ્ટ કાર નં. જીજે-૦૫-આરયુ-૩૨૮૨૦ આપેલ હતી. ૫-આરયુ-૩૨૮૨ તેને
વાત કરતા તેણે રાજકોટ ખાતે બોલાવેલ અને થોડા દિવસ પછી રાહુલને ભાડા કરારની રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ ઉપર કારનુ વાહન ભાડા
કરાર કરી આપેલ હતુ. જેથી વિશ્વાસ આવતા આ બાબતે તેને મિત્ર સુરેશભાઈ ગમારાને વાત કરતા તેણે પોતાની કાર નં.જીજે-૦૩-પીજે-૩૫૨૩ ભાડેથી રાહુલને આપેલ હતી.
દોઢ મહિનો થવા છતા રાહુલે ભાડુ આપેલ નહિ. જેથી અવારનવાર ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. બાદ ગઈ તા.૧૪ ના રાહુલ જસદણ બાયપાસ ખાતે મળતા ભાડાની ઉઘરાણી કરતા એરપોર્ટ ખાતેથી તમારૂ ભાડુ કરાવી આપીશ તેમ વાત કરેલ ભાડાનો ચેક આવેલ નથી. જેથી બે દિવસમા આપીશ પરંતુ તેણે ભાડુ ચુકવેલ નહિ અને કાર કે રાહુલે મારી કાર કોઇ જગ્યાએ ગીરવે મુકી પણ પરત આપેલ નહિ.
જેથી રાહુલ જાદવે ભાડેથી બે કાર મેળવી દઈ છેતરપિંડી આચરતા જસદણ પોલીસ મથકમાં, તેનુ ભાડુ ચૂકવ્યું ન હોય અને કાર ગીરવે મૂકી ગુનો નોંધાયો હતો.