error: This Content is protected !!

જસદણમાં અમર ગેસ્ટ હાઉસમાં ચાલતાં કુટણખાનામાં દરોડો સંચાલકની ધરપકડ પીઆઇ જે, પી, ગોસાઈ અને ટીમની કામગીરી

નવા ડૅપૉ પાસે આવેલ ગેસ્ટ હાઉસનો સંચાલક રમેશ પરમાર ગ્રાહકો માટે બહારથી યુવતીઓ બોલાવી રૂ.૫૦૦ માં દેહ વ્યાપારનો ધંધો કરાવતો 'તો પોલીસે કોન્ડોમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો

 

જસદણમાં અમર ગેસ્ટ હાઉસમાં ચાલતાં કુટણખાનામાં પોલીસે દરોડો પાડી સંચાલકની ધરપકડકરી હતી. નવા બસ-સ્ટેન્ડ પાસે આવેલ ગેસ્ટ હાઉસનો સંચાલક રમેશ પરમાર ગ્રાહકો માટે બહારથી યુવતીઓ બોલાવી રૂ.૫૦૦ માં દેહ વ્યાપારનો ધંધો કરાવતો હતો. દરોડાની વિગત મુજબ, જસદણ પોલીસ મથકના પીઆઈ જે.પી.ગોસાઈની રાહબરીમાં ટીમને ખાનગી રાહે ચોક્કસ

બાતમી મળેલ કે, જસદણ નવા બસ-સ્ટેન્ડના પાસૅ આંબલી હોટલની સામેની શેરીમા ભાડેથી રાખેલા અમર ગેસ્ટ હાઉસમાં રમેશ પરમાર અમર ગેસ્ટ હાઉસમાં બહારથી સ્ત્રીઓ બોલાવી વૈશ્યાવૃતિના ધંધા માટે ગ્રાહકો બોલાવી રૂપીયા લઈ વૈશ્યાગીરી કરી તેમજ ફુટણખાનુ ચલાવી મોજશોખ કરે છે, જે બાતમીના આધારે પીએસઆઈ એમ.ડી.વાઘેલા, એએસઆઈ હરીશભાઈ ચૌધરી, જયંતિભાઈ મજેઠીયા સહિત મહિલા પોલીસના સ્ટાફે અમર ગેસ્ટ હાઉસમાં દરોડો પાડયો હતો. અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે અંદર જઈ રીસેપ્શન કાઉન્ટર ઉપર જતા એક શખ્સ હાજર હોય જે રમેશ કાળુ પરમાર (રહે. જસદણ, અમર ગેસ્ટ હાઉસ, મૂળ ભાંભણ, બોટાદ) હોવાનુ જણાવેલ હતું. રીસેપ્શન કાઉન્ટરની બાજુમા રૂમ નં.૧૦૪ ચેક કરતા એક શખ્સ હાજર હોય જેનુ નામ પુછતા મહેશ અમરશી ગોહિલ (ઉવ.૩૭, રહે. કડુકા ગામ જસદણ) પોતે ગેસ્ટ હાઉસમા પગારદાર તરીકે નોકરી કરતો હોવાનુ જણાવેલ હતું.હોવાનુ રમેશ પરમાર પાસે ગેસ્ટ હાઉસનુ રજીસ્ટર માંગી ચેક કરતા રૂમ નં.૧૦૩ મા એક મહિલાનું નામ લખેલ હોય જેના આઈ.ડી. મુકની નકલ વિષેલ ન જણાવેલ બાદ રૂમ નં.૧૦૧ ખાલી હોય બાદ રૂમ નં.૧૦૨ ચેક કરતા રૂમની અંદરથી બે સીલપેક કોન્ડોમ મળી આવેલ બાદ રૂમ નં.૧૦૩ ચેક કરતા રૂમની અંદર એક મહિલા હાજર હોય અને પોતાને અહિયા વૈયાવૃતિના ધંધા માટે રમેશ પરમારે બોલાવેલ છે. જેથી રૂમની ઝડતી લેતા રૂમની અંદરથી સીલપેક કોન્ડોમના ત્રણ પેકેટ મળી આવેલ તથા ડસ્ટબીન ચેક કરતા ઉપયોગ કરેલ બે કોન્ડોમ મળી આવતા જે સ્થળ ઉપર નાશ કરેલ હતાં. તેમજ મહિલાએ જણાવેલ કે એક ગ્રાહક દિઠ પોતાને રૂ.૫૦૦ દેહવ્યાપારના

રમેશ પરમાર દ્વારા ચુકવવામા આવે છે. જેથી પોલીસે અમર ગેસ્ટ હાઉસના સંચાલક રમેશ પરમારની ધરપકડ કરી ઈમોરલ ટ્રાફીક પ્રીવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.