error: This Content is protected !!

જસદણના દહીંસરા ગામના યુવાન પાસેથી મિત્રતાના દાવે લઈ ગયેલ કાર મિત્રએ વેંચી નાંખી

દવાખાનાના કામે સ્વીફ્ટ કાર મેળવી પરત ન આપી અને સાથે ધમકી પણ આપી અર્જુન ત્રિવેદી સામે ગુનો નોંધાયો

 

જસદણના દહિસરા ગામે રહેતા યુવાનની કાર મિત્રએ દવાખાનાના કામે લઈ જઈ પરત નહિ આપી ઠગાઈ આચરી હતી. જે મામલે રૂ. ૬.૨૦ લાખની સ્વીફ્ટ કારની છેતરપિંડી અંગે યુવાને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે જસદણના દહીંસરા ગામે રામજી મંદિર પાસે રહેતા ૨૨ વર્ષીય યુવાન હરેશભાઈ નાજાભાઈ સોસાએ આરોપી તરીકે અર્જુન મહેન્દ્ર ત્રિવેદીનું નામ આપી જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલા કામ અર્થે ફોર-વ્હિલ ગાડીની જરૂરીયાત રહેતી . હોય જેથી મિત્ર જયદિપભાઈ સતાપરા પાસેથી વર્ષ ૨૦૨૫ ના આઠમા મહિનામાં કાર ખરીદી હતી. બાદ ગાડીનો રૂ ૧૩,૧૧૦ ની રકમનાં લગભાગ આઠેક હમા ભરેલ હતા. જે રકમ જયદિપના બેંક એકાઉન્ટમા ગુગલ પેથી મોકલી આપતો હતો. બાદ તા.૧૨/૧૨/૨૦૨૫ ના સાંજના હું જસદણ જકાતનાકા પાસે ખેતલા આપા ચાની હોટલ ખાતે ચા પીવા માટે ગયેલ ત્યારે ત્યા મિત્ર અર્જુન ત્રીવેદી મળેલ અને કહેલ કે, મારે દવાખાનાના કામ સબબ કારની જરૂરીયાત છે. તારી સ્વિફ્ટ ગાડી મને બે દિવસ પુરતી વાપરવા આપ, તને બે દિવસ પછી પાછી આપી દઇશ. જેથી મિત્રતાના નાતે અર્જુનભાઈને કાર આપેલ હતી. ચાર દિવસ પછી અર્જુનભાઈને ફોન કરી મારી ગાડી પાછી આપવા જણાવેલ તો તેણે કહેલ કે, હુ કાલે જસદણ આવુ છુ એટલે તારી ફોર-વ્હિલ પાછી આપી દઈશ. છેલ્લા બે મહિનાથી અર્જુનભાઈને ફોન કરી ફોર-વિહલ ગાડી પાછી માંગુ છુ પરંતુ તે પરત આપતો, નથી અને હું ફોન કરું તો ખોટા બહાના બતાવે છે અને ગલ્લાતલ્લા કરે છે. છેલ્લી વખત ફોન કરેલ ત્યારે અર્જુને કહેલ કે, તારી ગાડી પાછી નથી આપવાની, જે થાય તે કરી લેજે અને વધારે કંઈ બોલીશ તો જીવતો છોડીશ નહિ તેમ ધમકી આપેલ હતી. જેથી અર્જુનભાઈએ મારી ગાડી ક્યાક વેચી દિધેલ હોય અથવા ગિરવે મુકી દિધેલ હોય તેવી મને પૂરી શંકા છે. જેથી યુવાને રૂ. ૬.૨૦ લાખની કારની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.