જસદણ માર્કેટિંગ યાર્ડમાં માવઠાની આગાહીને પગલે ખુલ્લામાં જણસી ઉતારવા દેવામાં આવશે નહીં
જીરુ તથા પરચુરણ માલ સદંતર બંધ કરેલ છૅ ઘઉં તથા ચણાની હરાજી ઉભા પાલ માં લેવામાં આવશે
જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સબંધકર્તા સર્વેને જણાવ્યું છૅ, કે, આજથી અત્યારથી હવામાન વિભાગની વરસાદી માવઠા થવાની આગાહી હોવાથી પરચુરણમાલ તથા જીરૂની આવક બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી સદંતર બંધ કરવામાં આવે છે ઘઉં તથા ચણાના પાલ ની હરરાજી રાબેતા મુજબ લેવામાં આવશે હવે પછી ઘઉં તથા ચણાની નવી આવકમાં કોઈએ બાચકા કે ઢગલા ઓટા ઉપર કે છાપરામાં કરવા નહીં. ચણા તથા ઘઉંના ઢગલા કે બાચકા ની હરરાજી લેવામાં આવશે નહી ફરજિયાત ઉભા પાલ માં જ હરરાજી લેવામાં આવશે જૅથી દરેક જણસી ફરજિયાત ઢાંકીને તથા ઢાંકવાની વ્યવસ્થા સાથે માર્કેટયાર્ડમાં લાવવાની રહેશે જૅની સર્વેએ ખાસ નોંધ લેવી તથા આ અંગેની જાણ દરેક કમિશન એજન્ટ ભાઈઓએ પોત પોતાના ખેડૂત ભાઈઓને કરી આપવા
બજાર સમિતિ જણાવવામાં આવ્યું છે