વિંછીયાના પાટીયાળીનો ગંભીર બનાવ ૬૦ વર્ષીય વૃદ્ધા પર નિર્લજ્જ હુમલો છાતીના ભાગે હાથ ફેરવી નિર્વસ્ત્ર કરી દેવાનો પ્રયાસ
સામાપક્ષે વૃદ્ધાના બંને પુત્રો સહીત ત્રણ શખ્સોએ ઘરે ઘસી આવી દૂધના ધંધાર્થીને ખૂનની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ આદરી
વિંછીયાના પાટીયાળી ગામે ઘર બહાર સુતેલા ૧૦ વર્ષીય વૃદ્ધા પર નિર્લજ હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે વૃધ્ધાના છાતીના ભાગે હાય ફેરવી નિર્વસ્ત્ર કરી દેવાના ઇરાદે ઇરાદે સાડી ખેંચી પાડોશીએ નિર્લજજ હુમલો કર્યો હતો. જયારે સામાપક્ષે વૃદ્ધાના બંને પુત્રો સહિત ત્રણ શખ્સોએ ઘરે ધસી આવી ડેલીમાં પાઈપના ઘા ઝીંકી ખૂનની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી વિંછીયા પોલિર્સે સામસામે કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે વિછીયા તાલુકાના પાટિયાળી ગામે રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામમાં જ રહેતા ઘનશ્યામ જયંતી રોજાસરા અને સંજય જયંતી રોજાસરાનું નામ આપતાં વિછીયા પોલીસે ગુનો નોંધ્યો હતો. વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે દિકરા છે અને પતિ એક વર્ષ પહેલા ગુજરી ગયેલ છે. ગઇ તા.૨૮/૦૩/૨૦૨૬ ના રાત્રીના આશરે સુતેલ અગીયાર વાગ્યે તેણી ખાટલા પર હતી ત્યારે મારી ઘર નજીક રહેતો જયંતીનો દિકરો ધનશ્યામ આવેલ અને કહેલ કે, તારો નાનો પુત્ર ક્યાં છે જેથી તેને કહેલ કે, તે છત પર સૂતો છે. ત્યારે પૂછેલ કે, તુ અત્યારે શુ લેવા આવેલ છો જેથી આરોપીએ કહેલ કે આ પૈસા લ્યો, જેથી શેના પૈસા છે કહી મારે પૈસા નથી લેવા તેમ કહેલ હતું. બાદ તે મરજી વિરૂધ્ધ છાતીના ભાગે અડવા લાગેલ અને સાડી કાઢી નાખવાના ઇરાદે સાડી ખેચેલ હતી. બાદ બાવડુ પકડેલ અને કહેલ કે, તમે મને ખુબ ગમો છો. જેથી દેકારો કરતા નાનો દિકરો દીકરો દોડી આવતા ઘનશ્યામ ઘરેથી ભાગી ગયેલ હતો. બાદ મારા દિકરાએ આ બનાવ બાબતે ધનશ્યામના ભાઈ સંજયને ફોન કરતા સંજયએ વૃધ્ધાના પુત્રને ફોનમાં ગાળો આપી મારી નાખવાની ધમકી આપેલ હતી. બાદ ગઈ બાદ મારા દિકરાએ આ બનાવ તા.૦૪ના રોજ બને દિકરા ધનશ્યામના ઘરે સમજાવા જતા તેના પરીવાર સાથે બોલાચાલી થયેલ હતી. જેથી વૃદ્ધાએ સમગ્ર મામલે ફરીયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે વળતી ફરિયાદ નોંધાવતા ધનશ્યામભાઈ જંયતીભાઈ રોજાસરાએ વૃદ્ધાના બંને પુત્રો સહીત ત્રણ શખ્સોનું આરોપી તરીકે નામ આપી જણાવ્યું હતું કે, તે છ વર્ષથી દુધની ડેરી ધરાવી વેપાર કરે છે. ગઇ તા. ૦૪ ના બપોરના સમયે તેઓ પરીવાર સાથે ઘરે સુતેલ હતો. ત્યારે ભાભી રેખાબેને જગાડી જણાવેલ કે, તમારા મોટા ભાઈ સંજયભાઈનો ફોન આવેલ કે આપણા ગામમાં જ રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધાના બંને પુત્રો આપણા
ઘર બાજુ આવે છે. બાદ ભાભી રેખાબેન ઘરની ડેલી ખોલેલ હતી. આપણા ગામમાં જ રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધાના બંને પુત્રો આપણા તેઓ ડેલી તરફ ગયેલ તો બહાર બોલાવતા હતા. બાદ જેથી બંને શખ્સો બેફામ ગાળો આપી ઘરની ડેલીમા શખ્સ પાઇપ લઈને આવતા ડૅલી બંધ કરતા તેણે ડેલીમાં બે-ત્રણ ઘા મારેલ હતા. બાદ બહારથી ત્રણેય આરોપી બેફામ ગાળો આપી બહાર નીકળો આજે તમને મારી જ નાખવા છે તેમ ધમકી આપતાં હતા.જેથી યુવકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હુ બી.એમ.સી. ડેરી ચલાવતો હોય અને સામાવાળા મારે ત્યાથી આઠેક મહીનાથી દુધ લેતા હોઈ જેના પૈસા બાકી
હોય અને ગઈ તા.૨૮/૦૩/૨૦૨૬ ના સાંજના અગીયારેક વાગ્યે તેમના ઘરે પૈસા માંગવા ગયાનો ખાર રાખી ઘરે ધસી આવી ધમકી આપી હતી. સમગ્ર મામલે વિંછીયા પોલીસે સામસામે બંને પક્ષે કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી હતી