error: This Content is protected !!

રાજકોટ રહેતાં લીલાપુરના શિક્ષકે મિત્રતાના નાતે ક્રેડિટ કાર્ડ આપ્યું નૅ રૂા. ૪. ૫૦ લાખ ઉપાડી રકમ ભરવાનું કહેતા હાથ મરડી ધમકી આપ્યાની જસદણ પોલીસમાં રાવ

શિક્ષકે પૈસા પરત માંગતા જસદણના ભાવેશ ટાઢાણી અને ધર્મેશૅ પૈસા નથી ફરી દેખાયો તો જીવતો ઘરે જવા નહીં દઉં કહી દિપકભાઈ ને ધમકાવતા બંને સામે ગુનો દાખલ  

 

રાજકોટ શહૅરનાં નિર્મલા કોન્વેન્ટ રોડ પર તિરૂપતી-૪માં રહેતા અને જસદણનાં લીલાપુર ગામે કન્યા તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિપકભાઈ રમેશભાઈ ગોહેલ પાસેથી ભાવેશ વિનુભાઈ ટાઢાણી અને તેના ભાઈ ધર્મેશ રહે. બંને જસદણ એ ક્રેડીટ કાર્ડ વાપરવા માટે લઇ જઇ સાડા ચાર લાખ ઉપાડી લીધા હતા. તેને રકમ ભરવાનું કહેતાં બંનેએ ધમકી આપતા જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી

રૂપિયા નથી ભરવાના અહીં દેખાયો તો પાછો ઘરે જીવતો જઈશ નહીં કહીં ધમકી આપનાર બે સામે ગુનો નોંધાયો છૅ

દિપકભાઇએ પોલીસને જણાવ્યું કે, તે પહેલાં જસદણમાં મોતી ચોકમાં રહેતા હતા. ત્યારે તે જ વિસ્તારમાં રહેતાં આરોપી ભાવેશ સાથે મિત્રતા થઇ હતી. ત્યારબાદ તે રાજકોટ રહેવા આવી ગયા હતા. પરંતુ નોકરી લીલાપુર હોવાથી તે આવવા જવાનું થતું રહેતું હતું. બે વર્ષ પહેલાં ભાવેશને મિત્રતાના નાતે તેને ક્રેડિટ કાર્ડ આપ્યું હતું. જેમાંથી ભાવેશે૪.૫૦ લાખ ઉપાડી લીધા હતા.જોકે બાદમાં તે રકમ પરત ભરી ન હતી. તેને જરૂર પડતાં ક્રેડીટ કાર્ડ પરત લઇ લીધું હતું. જેમાં ૪.૫૦ લાખ પેન્ડીંગ બોલતા હતા. તેણે ભાવેશને પૈસા ભરવાનું કહેતા તે વાયદા આપવા લાગ્યો હતો. પરંતુ રૂા.૧૫ હજારના એક હપ્તા સિવાય આરોપીએ બાકીના રૂપિયા જમા કરાવ્યા ન હતા. થોડા દિવસ પહેલા તે બંને આરોપીને જસદણમાં મળતાં તેને રૂપિયા ચુકવવાનું કહ્યું હતું પરંતુ ધર્મેશે તેનો હાથ મરડી નાખી બંનેએ પાછો અહીં આવતો નહીં, રૂપિયા નથી ભરવાના, ફરીથી અહીં દેખાયો તો પાછો ઘરે જીવતો જઈશ નહીં કહીં ધમકી આપી હતી